જૂનાગઢમાં કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં આગામી ૧૩ સપ્ટેમ્બર થી દાતાર બાપુ નો મહાપર્વ ઉર્સ ના મેળાનો રંગે ચંગે પ્રારંભ થશે.

જુનાગઢ

જ્યાં નથી મંદિર કે મસ્જિદ તેવી દાતારની ટેકરી ઉપર કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે આગામી તારીખ ૧૩ સપ્ટેમ્બર થી ચાર દિવસ સુધી દાતાર બાપુના મહાપર્વ ઉર્સના મેળાનો રંગે ચંગે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જગ્યાના મહંતશ્રી પૂજ્ય ભીમ બાપુની નિશ્રામાં આ મહાપર્વ ઉર્સને રંગે ચંગે ઉજવવા સેવકો દ્વારા તૈયારીઓ થઈ રહી છે વર્ષમાં એક વખત મહાપર્વ ઉર્સ ઉજવવામાં આવે છે જેમાં આગામી તારીખ ૧૩ સપ્ટેમ્બર શુક્રવારના રોજ રાત્રિના દાતાર બાપુની ગુફામાંથી અમૂલ્ય આભૂષણો વર્ષમાં એક વખત જ બહાર આવે છે જેની પૂજા વિધિ અને પધારેલા ભાવિકોને દર્શન માટે રખાય છે અને વહેલી સવારે એ આભૂષણો પરત ગુફાની અંદર પધરાવી દેવામાં આવે છે આભૂષણમાં જે દાતાર બાપુ ધારણ કરતા હતા તે કાનના કુંડળ,કાખઘોડી, પોખરાજ ઈત્યાદી 18 જેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે ત્યારબાદ ઉર્સના બીજો દિવસ આરામનો દિવસ રહે છે અને તા.૧૫ ને રવીવારના રોજ રાત્રિના મેંદી યાને કે દીપમાળા નો કાર્યક્રમ યોજવામાં આવે છે

જેમાં દાતાર બાપુની ગુફા અને દાતારની જગ્યામાં દીપ પ્રગટાવીને દિવાળી જેવો માહોલ સર્જાય છે ત્યાર પછીના દિવસોમાં મહાપર્વ ઉર્સ માં લોકો દાતાર બાપુના દર્શન અને દીદાર માટે ઉમટી પડે છે અને ચાર દિવસના આ મેળામાં દાતાર બાપુ ના દર્શન કરવા ભાવિકો મોટી સંખ્યામાં દાતારની ટેકરીના ત્રણ હજાર પગથિયાં ચડી ઉપર જવાય છે દાતાર બાપુ ના આ મહાપર્વ ઉર્સમાં પધારેલા તમામ ભાવિકો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદ ની સુંદર મજાની વ્યવસ્થા જગ્યાના મહંતશ્રી ભીમ બાપુ દ્વારા કરવામાં આવે છે દાતાર ની જગ્યા ના મહંતોની ઉજળી પરંપરા એ રહી છે કે દાતારની જગ્યાના મહંત કોઈ દિવસ નીચે યાને જુનાગઢ આવતા નથી અને જગ્યા છોડી ક્યારેય પણ તેઓ ક્યાંય વિચરણ કરતા નથી એ એક ઉજળી પરંપરા રહી છે જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલ બાપુ અને વિઠ્ઠલ બાપુએ પણ પોતાનું આજીવન દાતાર બાપુ ની જગ્યામાં દિન દુખિયાની સેવા કરવામાં જીવન ખપાવી દીધું બંને મહંતોની સમાધિઓ પણ અહીં આવેલી છે જેના લોકો દર્શન કરે છે

ત્યાંરે હાલના મહંતશ્રી પૂજ્ય ભીમ બાપુ પણ છેલ્લા 3૫ વર્ષથી જગ્યા છોડી અને કદી પણ નીચે આવ્યા નથી આટલી ઉંચાઈ ઉપર આવેલી આ ધાર્મિક જગ્યામા છેલ્લા હજારો વર્ષથી અવિરત પણે ચાલી રહેલું અન્નક્ષેત્ર અત્યારે પણ કાયમ છે આટલી ઉંચાઈ ઉપર પણ દાતાર ની જગ્યામાં સુંદર મજાની ગૌશાળામાં ગાયો વિચરણ કરી રહી છે દાતાર બાપુ ના દર્શને પધારતા ભાવિકોમાં કોઈ નાત જાત ધર્મના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ, શીખ,ઈસાઈ, પારસી વિગેરે દરેક ધર્મ/ કોમના લોકો પૂરા ભાવ સાથે દાતાર બાપુના દર્શન કરવા પધારે છે અને જગ્યા ખાતે દરેક ભાવિકનું સન્માન જળવાઈ રહે અને પોતાની ધાર્મિકતા આધ્યાત્મિકતા નો આદરભાવ જળવાઈ રહે તેવી કાળજી લેવાય છે બિનસાંપ્રદાયિક અને કોમી એકતાની મીસાલસમી આ જગ્યામાં નાની અનામી સેલિબ્રિટીમાં ભારત વર્ષના વરિષ્ઠ સંતોમાં શ્રી મોરારીબાપુ, શ્રી રમેશભાઈ ઓઝા થી લઈ અનેક સંતોએ આ જગ્યાએ પધારી પોતાનો રાજીપો વ્યક્ત કરેલ છે તદુપરાંત જાહેર જીવન ના આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓએ પણ દાતાર બાપુ ના દર્શન અને જગ્યાનો વહીવટ જોઈ ખુશી વ્યક્ત કરેલ છે દાતારની જગ્યામાં તમામ પ્રકારના તહેવારોમાં બ્રહ્મલીન મહંતો ની પુન્યતિથિ એ ખ્યાતનામ કલાકારોમાં ભજનિક શ્રી નિરંજનભાઇ પંડ્યા, લક્ષ્મણ બારોટ, બીરજુ બારોટ, દિપક જોષીએ સહિતના કલાકારોએ સંતવાણીના કાર્યક્રમો આપેલ છે ગુરુપૂર્ણિમા, ઉતાસણી પર્વ , દિપાવલી, વિજયાદસમી/દશેરા એ નવનાથ સિદ્ધ 84 નાધુણા ખાતે વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞનું પણ અનેરુ આયોજન તેમજ હનુમાન જયંતિ ઈતિયાદી તમામ તહેવારો ઉજવવામાં આવે છે દાતારના દર્શને પધારતા તમામ ભાવિકોને સીડી ઉપર આવેલી ચીથરીયાપીર કોઈલા વજીર હાથી પથ્થર દરેક જગ્યા ખાતે પૂજ્ય ભીમબાપુ દ્વારા યાત્રિકોની સુખાકારી માટે ચા-પાણી નાસ્તા નું અનેરૂ આયોજન પણ કરાય છે નીચે વિલિંગન ડેમ પાસે પૂજ્ય પટેલ બાપુ ધામ આશ્રમ ખાતે પણ યાત્રિકોને નિવાસ કરવા અને બહારગામ થી આવતા ભાવિકો માટે આરામ કરવાની સુંદર મજાની વ્યવસ્થા ઉભી કરાઈ છે દાતાર બાપુ ની આ ધાર્મિક જગ્યામાં કોઈ નાત જાતના વાડા વગર દરેક ભાવિકનું સન્માન કરવામાં આવેછે પૂજ્ય દાતાર બાપુની એક વાત એવી છે જિનહે દાતાર બાપુ બુલાતે હૈ વહી દાતાર આતે હૈ

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)