જૂનાગઢમાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનકક્ષા કબડ્ડી અને હેન્ડબોલ સ્પર્ધા યોજાઈ.

જૂનાગઢ તા.૧૯ ખેલ મહાકુંભ ૩.૦ રાજ્યકક્ષા અંતર્ગત ઝોનકક્ષા (ઈન્ટર – ડીસ્ટ્રીકટ) ઓલિમ્પિક રમતોની (ફૂટબોલ, હેન્ડબોલ, બાસ્કેટબોલ, હોકી, વોલીબોલ) અને નોન-ઓલિમ્પિક (કબડ્ડી, ખો-ખો, શૂટિંગબોલ, રરસ્સાખેંચ) સ્પર્ધાનું આયોજન હાથ ઘરવામાં આવેલ છે. જેમાં ખેલ મહાકુંભ ૩.૦ સૌરાષ્ટ્ર ઝોનકક્ષા શ્રી આલ્ફા વિદ્યાલય વડાલ જૂનાગઢ ખાતે હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન તા.૧૪/૦૨/૨૦૨૫ થી તા.૨૫/૦૨/૨૦૨૫ દરમિયાન અને કરવાનું નક્કી કરવામાં આવેલ જેમાં તા. ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લામાંથી ઓપન વય જૂથ હેન્ડબોલ સ્પર્ધામાં બહેનોની ૧૧ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ઓપન વય જૂથ બહેનોમાં અમરેલી તથા ભાવનગર ગ્રામ્ય ટીમ વિજેતા થયેલ છે.

અને ઝોનકક્ષા કબડ્ડી સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ, જુનાગઢ ખાતે કરવાનું નક્કી કરવામાં આવેલ જેમાં તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લામાંથી ઓપન વય જૂથ બહેનોની ૧૦ ટીમોએ ભાગ લીધેલ. જેમાં ઓપન વય જૂથ બહેનોમાં રાજકોટ શહેર તથા ગીરસોમનાથ ટીમ વિજેતા થયેલ છે. આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારીથી ભૂષણ કુમાર યાદવે સૌરાષ્ટ્ર ઝોન હેન્ડબોલ સ્પર્ધકોને રમતક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા કરેલા પ્રયાસો વિશે માહિતગાર કર્યા હતા.

વિજેતા થયેલ ચેમ્પીયન ટીમો રાજ્યકક્ષાએ રમવા માટે જશે. મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રી ડો.ભાવેશ વેકરીયા, જિલ્લા શિક્ષણાધીકારીની કચેરી જૂનાગઢ અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકથી ભાવેશ કક્કડ જિલ્લા શિક્ષણાધીકારીની કચેરી જૂનાગઢ મુખ્ય અતિથી તરીકે ઝોનકક્ષા કબડ્ડી સ્પર્ધામાં પધારેલા અને રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહિત અને માહિતગાર કર્યા અને ઝોન કક્ષાની સ્પર્ધાને સફળ બનાવવા ડી.એલ.એસ.એસ.ડાયરેક્ટરશ્રી ડો. મનીપકુમાર જીલડીયા, જૂનાગઢ જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ભૂષણ કુમાર યાદવ, ડી.એલ.એસ.એસ કોચ-ટ્રેનર તથા ઇનસ્કૂલટ્રેનર અને ડી.એલ.એસ.એસ.મેનેજરએ સ્પર્ધાને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)