
જૂનાગઢ, તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૫
ગિરનારી ગ્રુપ, જૂનાગઢ દ્વારા ઝાંઝરડા ચોકડી પાસે સ્થિત જલારામ ભક્તિ ધામ ખાતે ૨૪ એપ્રિલથી ૩૦ એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન સાત દિવસીય નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન કરાયું છે.
બાળકો માટે વિશેષ પ્રવૃત્તિઓ:
સમીર દતાણી અને સંજય બુહેચાની સંયુક્ત યાદી મુજબ, કેમ્પમાં ૧૩૮ બાળકોએ રજીસ્ટ્રેશન કરીને ઉત્સાહભેર ભાગ લીધો છે.
મોબાઇલ યુગમાં દેશી રમતો પ્રત્યે જાગૃતિ લાવવાનું ધ્યેય રાખીને બાળકોને પેપર આર્ટ, ગાર્ડનિંગ, ઇન્ડોર-આઉટડોર ગેમ્સ, ડ્રોઈંગ, ટ્રેડિશનલ ડ્રેસ થીમ, માઈન્ડ ગેમ, મેથેમેટિકલ મેજીક, યોગા-કસરત, વાર્તા કથન અને નવીન નવીન પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવી રહી છે.
શુદ્ધ પૌષ્ટિક આહાર અને પ્રોત્સાહન:
બાળકોને દરરોજ શુદ્ધ અને પૌષ્ટિક ભોજન પણ નિઃશુલ્ક આપવામાં આવે છે.
જલારામ ભક્તિ ધામના ટ્રસ્ટી પ્રો. પી.બી. ઉનડકટ અને એલ.વી. જોશી સહિતના અગ્રણીઓ દ્વારા બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવ્યું છે.
કેમ્પના સફળ આયોજનમાં સહકાર આપનાર અગ્રણીઓ:
વિજયભાઈ જોરા, સંકેતભાઈ કારેથા, નરેન્દ્રસિંહ ચુડાસમા, સમીરભાઈ દવે, કિર્તિભાઈ પોપટ, દિનેશભાઈ રામાણી, વિનુભાઈ વડારીયા, સુધીરભાઈ અઢિયા, દિલીપભાઈ દેવાણી, ભરતભાઈ સંપટ, ભાવિનભાઈ ઉનડકટ, સુધીરભાઈ રાજા, કાજલબેન સેજપાલ, મનિષાબેન દેવાણી, ઉષાબેન પુરોહિત, હેતલબેન નેના અને રાધાબેન દેવાણી સહિતના સૌએ વિશેષ જહેમત ઉઠાવી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ