જૂનાગઢ
જૂનાગઢમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા યોજાનાર SSC અને HSC(વિ.પ્ર./સા.પ્ર.)ની પૂરક પરીક્ષા ૦૬ જુલાઇ સુધી યોજાનાર છે. આ દરમિયાન સવારના ૯-૦૦ થી સાંજના ૦૭-૩૦ કલાક સુધી પરીક્ષા પ્રક્રિયા દરમિયાન નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટર વીસ્તારનાં કોઇપણ માર્ગ ઉપર કે ચોકમાં ગલીઓમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠાં થવું નહિં, સરઘસો કાઢવા નહીં, તેમજ સુત્રો પોકારવા નહીં,પરીક્ષા કેન્દ્રની આસપાસનાં ૧૦૦ મીટરના વિસ્તારમાં કોપીઇંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વયવસાય કરતા-ઝેરોક્ષ મશીનો ધરાવતા ધંધાર્થીઓ –મશીન ધારકોએ તેમના કોપીંગ મશીન ચલાવવા નહીં કે કોઇપણ પત્રો, દસ્તાવેજો કાગળોની નકલો કાઢવી નહીં. ઝેરોક્ષ મશીન બંધ રાખવા.
પરીક્ષામાં રોકાયેલા કેન્દ્રના સંચાલકશ્રીઓ, ખંડ નિરીક્ષકો, વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવેલ છે. તે વોટરમેન, બેલમેન, કે જેઓ સક્ષમ અધિકારીશ્રીઓ દ્વારા ઓળખ પત્ર આપવામાં આવ્યા છે. તે ચકાસીને જ પ્રવેશ આપવાનો રહેશે.વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ પરનાં તમામ પ્રકારનાં સરકારી કર્મચારીઓએ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇ વસ્તુ અથવા ઈલેકટ્રોનિક્સ આઇટમ જેવી કે મોબાઇલ ફોન, પેજર, કેલ્ક્યુલેટર, પુસ્તક, કાપલી, ઝેરોક્ષ નકલો, પરીક્ષા સ્થળમાં લઇ જવા નહીં. અને તેમાં મદદગારી કરવી નહીં. પરીક્ષામાં વિદ્યાર્થી સાદુ કેલ્ક્યુલેટ લઇ જઇ શકશે. પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધીત કામગીરીમાં રોકાયેલ ફરજ પરનાં અધીકૃત માણસો સિવાય કોઇએ પ્રતિબંધીત વિસ્તારમાં દાખલ થવુ નહીં, કોઇ પણ ઇસમે કોઇ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી કે કરાવવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાન્તી અને લેખન કાર્યમાં અડચણ/ધ્યાનભંગ થાય તેવુ કૃત્ય કરવુ/કરાવવુ નહીં. આ હુકમ પોતાના અંગત ઉપયોગ માટે કોપીઇંગ મશીનનો વપરાશ કરતી વ્યકિતઓને તથા ફરજની રૂએ જે કર્મચારીઓને મુકિત આપવામાં આવી હોય, તેવી વ્યકિતઓને એકત્રિત થવાની જોગવાઇ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.
અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)