એપ્રેન્ટિસ ભરતી સત્રમાં વિવિધ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત અને જરૂરી માહિતી બહાર પડાઈ
જૂનાગઢ, તા.૧૯ એપ્રિલ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જુનાગઢ વિભાગની એપ્રેન્ટિસ એક્ટ- ૧૯૬૧ ની મંજુરી અન્વયે જુનાગઢ વિભાગ હેઠળના વિભાગીય યાંત્રાલય, જુનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી, માંગરોળ, બાંટવા, જેતપુર ડેપો તેમજ વિભાગીય કચેરીમાં એપ્રેન્ટિસ એક્ટ- ૧૯૬૧ મુજબ ઓક્ટોબર- ૨૦૨૪ ના ભરતી સત્ર માટે મીકેનીક ડીઝલ, વેલ્ડર, એમ.એમ.વી. ઈલેક્ટ્રીશ્યન, વાયરમેન, ફીટર તથા ટર્નર ટેડની જગ્યાઓ માટે એપ્રેન્ટિસોની ભરતી તથા પ્રતીક્ષાયાદી તૈયાર કરવાની હોઈ
છે.
જેમાં મીકેનીક ડીઝલ માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ આઈ.ટી.આઈ. માં મીકેનીક ડીઝલ ટ્રેડ પાસ, ફીટરમાં ધોરણ ૧૦ પાસ અને આઈ.ટી.આઈ. માં ફીટર ટ્રેડ પાસ, વેલ્ડરમાં ધોરણ ૧૦ પાસ અને આઈ.ટી.આઈ. માં વેલ્ડર ટ્રેડ પાસ, મીકેનીક મોટર વ્હીલરમાં ધોરણ ૧૦ પાસ અને આઈ.ટી.આઈ. માં મીકેનીક મોટર વ્હીલર ટ્રેડ પાસ, ટર્નરમાં ધોરણ ૧૦ પાસ અને આઈ.ટી.આઈ. માં ટર્નર ટ્રેડ પાસ, ઈલેક્ટ્રીશિયનમાં ધોરણ ૧૦ પાસ અને આઈ.ટી.આઈ. માં ઈલેક્ટ્રીશિયન ટ્રેડ પાસ, વાયરમેનમાં ધોરણ ૧૦ પાસ અને આઈ.ટી.આઈ. માં વાયરમેન ટ્રેડ પાસ હોવા જોઈએ.
એપ્રેન્ટિસશીપ કરવા ઇચ્છુક તમામ ઉમેદવારોએ અત્રે જણાવ્યા અનુસાર તમામ જરૂરી કાગળીયાં આ જ ક્રમમાં ગોઠવીને આપવાના રહેશે. જેમાં પાસપોર્ટ સાઈઝના ફોટોઝ- નંગ ૦૨ તેની પાછળ નામ લખવું, શાળા છોડયાના પ્રમાણપત્રની ૦૧ નકલ, આઈ.ટી.આઈ. પાસની તમામ માર્કશીટ, સર્ટિફિકેટની ૦૧ નકલ, ધોરણ ૧૦ પાસની ૦૧ નકલ, જાતિના દાખલાની ૦૧ નકલ, આધાર કાર્ડની ૦૧ નકલ, ચૂંટણી કાર્ડ કે પાન કાર્ડ કે ડ્રાઈવિંગ લાયસન્સની ૦૧ નકલ સાથે જોડવાની રહેશે. આ તમામ નકલો સ્વ- પ્રમાણિત કરીને જ જોડવાની રહેશે. તેમજ અરજી પત્રક ઉપર ઇમેઇલ આઈ.ડી. અને મોબાઈલ નંબર લખવાનો રહેશે.
આ તમામ જગ્યાઓ માટે વયમર્યાદા ૧૮ થી ૩૩ વર્ષ સુધીની રાખવામાં આવી છે. જેમાં ૦૧ વર્ષની તાલીમ મુદ્દત રહેશે. તમામ જગ્યાઓ માટે સરકારના નિયમ અનુસાર જ માસિક સ્ટાઇપેન્ડની ચુકવણી કરવામાં આવશે. અગાઉ અન્ય સંસ્થામાં જે-તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલી હશે તો તેવા ઉમેદવારોએ અત્રે અરજી પત્રક ભરવાના રહેશે નહીં. એપ્રેન્ટીસ તરીકે અગાઉ તાલીમ લીધી હોય તો તેવા ઉમેદવારોને ભવિષ્યમાં એસ.ટી. નિગમમાં સમાવવા અંગેની કોઈ જ ખાતરી આપવામાં આવતી નથી. અત્રે જણાવેલ તમામ બાબતોની સર્વે ઉમેદવારોને ખાસ નોંધ લેવા માટે વિભાગીય નિયામકશ્રી, એસ.ટી. નિગમ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ