જૂનાગઢમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એપ્રેન્ટિસ ભરતી સત્ર – ૨૦૨૫નું આયોજન.

જૂનાગઢ, તા.૦૧ : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) જૂનાગઢ વિભાગ દ્વારા એપ્રેન્ટિસ એક્ટ–૧૯૬૧ હેઠળ ઓક્ટોબર–૨૦૨૫ના ભરતી સત્ર માટે વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસોની ભરતી તથા પ્રતીક્ષાયાદી તૈયાર કરવા અંગે જાહેરાત કરવામાં આવી છે.

જૂનાગઢ વિભાગ હેઠળના વિભાગીય યાંત્રાલય જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી, માંગરોળ, બાંટવા, જેતપુર ડેપો તેમજ વિભાગીય કચેરીમાં આ ભરતી યોજાશે. ટ્રેડ મુજબની લાયકાત આ પ્રમાણે છે:

  • મીકેનીક ડીઝલ : ધોરણ ૧૦ પાસ અને ITI મીકેનીક ડીઝલ ટ્રેડ પાસ

  • ફીટર : ધોરણ ૧૦ પાસ અને ITI ફીટર ટ્રેડ પાસ

  • વેલ્ડર : ધોરણ ૧૦ પાસ અને ITI વેલ્ડર ટ્રેડ પાસ

  • મીકેનીક મોટર વ્હીલર (MMV) : ધોરણ ૧૦ પાસ અને ITI ટ્રેડ પાસ

  • ટર્નર : ધોરણ ૧૦ પાસ અને ITI ટ્રેડ પાસ

  • કોપા (COPA) : ધોરણ ૧૨ પાસ તથા ITI કોપા ટ્રેડ NCVT સર્ટીફિકેટ પાસ

  • ઈલેક્ટ્રીશિયન : ધોરણ ૧૦ પાસ અને ITI ઈલેક્ટ્રીશિયન ટ્રેડ પાસ

  • વાયરમેન : ધોરણ ૧૦ પાસ અને ITI વાયરમેન ટ્રેડ પાસ

અરજી કરવાની પ્રક્રિયા:
ઈચ્છુક ઉમેદવારોએ સૌપ્રથમ https://www.apprenticeshipindia.gov.in વેબસાઈટ પર Candidate Registration કરીને આધાર વેરિફિકેશન પૂર્ણ કરવાનું રહેશે. ત્યારબાદ એપ્રેન્ટિસ પ્રોફાઈલની નકલ, રજીસ્ટ્રેશન નંબર, યુઝરનેમ અને પાસવર્ડ સાથે અરજીપત્રક ભરવાનું રહેશે.

અરજીપત્રક તા. ૧૨/૦૯/૨૦૨૫ સુધી બપોરે ૨.૦૦ વાગ્યા સુધી વિભાગીય નિયામકશ્રી, એસ.ટી. નિગમ, મોતીબાગ પાસે, જૂનાગઢ ખાતે રૂબરૂ જમા કરાવવાનું રહેશે.

જોડવાના જરૂરી દસ્તાવેજો:

  • પાસપોર્ટ સાઈઝના ફોટા – ૨ (પાછળ નામ લખેલું હોવું જોઈએ)

  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

  • ITI પાસની માર્કશીટ અને સર્ટિફિકેટ

  • ધોરણ ૧૦/૧૨નું પ્રમાણપત્ર

  • જાતિ દાખલો

  • આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ/પાન કાર્ડ/ડ્રાઈવિંગ લાઈસન્સની નકલ

બધા દસ્તાવેજો સ્વ-પ્રમાણિત હોવા જરૂરી છે. અરજીપત્રકમાં મોબાઈલ નંબર તથા ઇમેઇલ આઈ.ડી. ફરજિયાત લખવાના રહેશે.

અન્ય માહિતી:

  • વયમર્યાદા : ૧૮ થી ૩૩ વર્ષ

  • તાલીમ મુદ્દત : ૧ વર્ષ

  • સ્ટાઇપેન્ડ : સરકારના નિયમ મુજબ

  • અગાઉ સમાન ટ્રેડમાં એપ્રેન્ટિસ કરેલી હોય તો ફરી અરજી માન્ય નહીં ગણાય

  • એપ્રેન્ટિસશીપ બાદ એસ.ટી. નિગમમાં નોકરીની કોઈ ખાતરી આપવામાં આવતી નથી

વિભાગીય નિયામક, એસ.ટી. નિગમ, જૂનાગઢે તમામ ઉમેદવારોને સમયસર નોંધણી અને અરજી કરવાની ખાસ અપીલ કરી છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ