જૂનાગઢમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે જરૂરી સૂચના જાહેર!

જૂનાગઢ, તા. ૦૧:
રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડુતો માટે મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ માહિતી

  • જૂનાગઢ જિલ્લાના તમામ રજીસ્ટર્ડ ખેડુતોએ ઈ-સમૃદ્ધિ પોર્ટલ https://esamridhi.in/#/ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવી છે.
  • સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી બાદ, કેટલીક નોંધણી કરાયેલી જમીન પર પાક જોવા મળ્યો નથી.
  • આવા ખેડુતોને આઇ-ખેડુત પોર્ટલ મારફત મેસેજ / SMS મોકલવામાં આવ્યો છે.

શું કરવું જો મેસેજ મળ્યો હોય?

  • જો કોઈ ખેડૂતને આવા મેસેજ આવ્યા હોય અને તે અંગે વાંધો હોય, તો તેઓ આધાર પુરાવા સાથે અરજી કરી શકે છે.
  • અરજી માટે ખેતીવાડી ગ્રામ સેવકશ્રી અથવા વિસ્તરણ અધિકારી (ખેતી) ને સંપર્ક કરવો.

વધુ માહિતી માટે સંપર્ક કરો:

  • ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / ખેડૂત અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી

તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા માહિતી આપવામાં આવી છે.

અહેવાલ: નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ