જૂનાગઢમાં જનસેવા મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધામધૂમથી સમુહ લગ્નોત્સવ ઉજવાયો.

જૂનાગઢમાં જનસેવા મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગીરીરાજ ધામ ગૌશાળા ના લાભાર્થે તા.૨૬/૧/૨૫ ના રોજ કુમકુમ સમુહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતુ, આ સમુહ લગ્નોત્સવ માં ૭ વર-કન્યા સનાતની હિંદુ સંસ્કૃતિ મુજબ વેદોક્ત વિધિથી લગ્નગ્રંથીથી જોડાયા હતાં, આ સમુહ લગ્નોત્સવમાં મ્યુઝિકલ ઓરકેસ્ટરા પાર્ટી દ્વારા લગ્ન ગીતો રજુ કરવામાં આવેલ ઉપરાંતમા ભાઈઓ , બહેનોએ દાંડીયા રાસ રમી, ભોજન પ્રસાદ બાદ જાન વિદાય થયેલ હતી.સમુહલગ્નમાં વર કન્યા તથા સ્ટેજ ઉપર ના મહાનુભાવોએ હાથમાં રાષ્ટ્ર ધ્વજ રાખી રાષ્ટ્ર ગીત નુ શિસ્તબદ્ધ ગાન કરી રાષ્ટ્ર ભક્તિ ઉજાગર કરી હતી.

આ તકે જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયરશ્રી ગિરીશભાઈ કોટેચા, સત્યમ સેવા યુવક મંડળ ના શ્રી મનસુખભાઈ વાજા, અલ્પેશ પરમાર, એડવોકેટ શ્રી કે.પી.પંડયા, વર્ષાબેન બોરીસાગર, સુશિલાબેન શાહ, બ્રહ્મ અગ્રણી શ્રી જયદેવભાઈ જોશી, ગીતાબેન જોશી, ગીતાબેન મહેતા,શ્રી હશુભાઈ જોશી, નરેન્દ્રભાઈ દવે, રાજગોર મહિલા મંડળ ના બહેનો તથા મુસ્લિમ અગ્રણીશ્રી દુર્વેશભાઈ, મોણપરાભાઈ, મુંબઈ થી જલારામ એસોસિયેશનના અગ્રણીઓ તથા સાધુ સંતો વિગેરેએ હાજરી આપી નવદંપતીઓને આશિર્વાદ પાઠવ્યા હતાં.
આ સમુહ લગ્ન માં કન્યાઓને નાના માં નાની સોય થી લઈને કબાટ, પથારી પાગરણ સુધીની જીવન જરૂરી ચીજ વસ્તુઓ કરીયાવર સ્વરૂપે અર્પણ ભેટ આપવામાં આવી હતી.
આ લગ્નોત્સવમાં યોજાયેલ ભોજન સમારંભમા અંદાજીત ૧૫૦૦ જેટલા લોકો એ ભોજન પ્રસાદ લીધો હતો.


સંસ્થાના પ્રમુખશ્રી ભાવેશભાઈ એ સમુહલગ્ન કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર દાતાશ્રીઓનો અંતરથી આભાર માન્યો હતો.આ લગ્નોત્સવ ને સફળ બનાવવામાં સંસ્થાના પ્રમુખશ્રી ભાવેશભાઈ ભોગાયતા, નયનભાઈ, મનોજભાઈ, જીતેન્દ્રભાઈ જોશી, માલદેભાઈ મહેર, ખીમભાઈ ગોવાળ, ભાવેશભાઈ પટેલ, મુન્નાભાઈ, વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)