જૂનાગઢમાં જુના મોબાઇલ ફોન/લેપટોપનાં વિક્રેતાઓએ ખરીદનારનું નામ સરનામુ અને ઓળખ અંગે રજીસ્ટપર નિભાવવુ ફરજિયાત .

જૂનાગઢ

રાજ્યમાં બનતા ગુન્હાનઓમાં મોબાઇલ ફોનનો ઉપયોગ થાય છે. તેમજ ચોરીનાં ગુન્હાઓનું પ્રમાણ વધ્યુ હોય, ગુન્હાહઓમાં વપરાયેલ અથવા વપરાય ગયેલ મોબાઇલ ફોનના ઇ.એમ.ઇ.આઇ.નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્હારના મુળ સુધી પહોંચવાનાં પ્રયાસો કરવામાં આવે છે. ઘણી વખત મોબાઇલ ફોનનાં વપરાશકર્તાઓ સુધી પહોંચવામાં આવે ત્યાંરે જાણવા મળે અજાણ્યા માણસ પાસેથી મોબાઇલ/લેપટોપ ખરીદેલ છે. જે મોબાઇલ/લેપટોપ વેચનાર/ખરીદનારને ચોરાયેલ અથવા ગુન્હા માં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. જેથી ગુન્હાવઓની તપાસમાં કોઇ ફળદાયી હકીકત મળતી નથી. આરોપીને પકડી પાડવા તેમજ મોબાઇલ/લેપટોપ ચોરીના ગુન્હાીઓને અટકાવી શકાય અને ગુન્હાાઓના મુળ સુધી પહોંચી શકાય તે માટે જુના મોબાઇલના વપરાશકારે મોબાઇલ કોની પાસેથી ખરીદ્યો અથવા કોને વેચ્યો તે જાણવુ જરૂરી છે. આથી જુના મોબાઇલ ફોન/લેપટોપનાં લે-વેચનો વ્યદવસાય કરતા વિક્રેતાઓએ મોબાઇલ/લેપટોપ લેતા અગાઉ મોબાઇલ/લેપટોપ વેંચનારનું નામ, સરનામુ નોંધવુ ફરજિયાત છે. જુના મોબાઇલ/લેપટોપ વેંચતા ખરીદતા અગાઉ નિયત રજીસ્ટરર નિભાવવુ જરૂરી છે.

જૂનાગઢ જિલ્લામમાં મોબાઇલ ફોનનાં લેનાર અને વેચાણ કરનાર દુકાનધારકો/વેપારીઓએ ખરીદનાર કે વેંચનારની સાચી માહિતી અને વિગતો મળી રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એફ.ચૌધરીને મળેલ સત્તાની રૂએ એક આદેશ જાહેર કરી મોબાઇલ ફોન/લેપટોપ લેનાર અને વેંચનારની વિગતો માટે ઓળખકાર્ડ વિના મોબાઇ ફોન/લેપટોપ લઇ કે વેંચી શકશે નહીં અને વેપારીઓએ મોબાઇલ/લેપટોપ કંપનની વિગત, આઇ.એમ.ઇ.આઇ. અને સિરીયલ નંબર, મોબાઇલ/લેપટોપ વેંચનાર કે ખરીદનારનું નામ-સરનામુ અને આઇ.ડી.પ્રુ.ની વિગત સાથે રજીસ્ટીર નીભાવવાનું રહેશે. આ જાહેરનામું તાત્કાલીક અસરથી તા.૦૫/૧૧/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર BNSS,2023 ની કલમ-૧૬૩ મુજબ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)