જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર બાઈક સવાર યુવાન તથા સ્કૂટર સવાર યુવતી નો કોઈ કારણસર અકસ્માત થયો.

જૂનાગઢ આજ રોજ ઝાંઝરડા રોડ પર બાઈક સવાર યુવાન તથા સ્કૂટર સવાર યુવતી નું કોઈ કારણસર અકસ્માત થતા યુવકને માથાના ભાગે ઇજા થઈ લોહી નીકળેલ અને શરીર છોલાઈ ગયેલ તે સમયે મનપા, જૂનાગઢ ના ચીફ ફાયર ઓફિસરશ્રી દિપક જાની તથા ફાયર સ્ટાફનાશ્રી નુર મહંમદ શેખ સ્થળ પરથી પસાર થતાં તેમણે યુવતીને એક્સરસાઇઝ કરાવી તથા બાદમાં જે યુવક શ્રી સાગરભાઇ ઠાકર રહેણાંક મધુરમ, જુનાગઢ ઇજાગ્રત થયેલ તેને પ્રાથમિક સારવારમાં હાડકા ની મુવમેન્ટ માટે એક્સરસાઇઝ કરાવી તાત્કાલિક 108 ને ફોન કરેલ પરંતુ 108 ની રાહ જોવી યોગ્ય ન લાગતાં તાત્કાલિક મહાનગરપાલિકાની ફાયર જીપમાં ઇજાગ્રસ્ત ના રિલેટિવ દ્વારા જણાવ્યા મુજબની કે જે હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડી દીધેલ છે.

 

 

 

અહેવાલ :નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)