જૂનાગઢમાં ટ્યુશન ક્લાસીસ મામલે જિલ્લા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠા કમાણી દ્વારા માધ્યમિક શિક્ષણ બોર્ડને પત્ર

જૂનાગઢ: શહેરમાં ચાલી રહેલા ખાનગી ટ્યુશન ક્લાસીસ અંગે જિલ્લા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠા કમાણી દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરને પત્ર લખીને અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવાયા છે.

ધર્મિષ્ઠા કમાણી દ્વારા મોકલાયેલ પત્રમાં જણાવાયું છે કે, જુનાગઢ શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ માટે શું માધ્યમિક શિક્ષણ બોર્ડની મંજૂરી જરૂરી છે? અને સરકારી બોર્ડ દ્વારા ટ્યુશન ક્લાસીસ ચલાવવા માટે કોઈ માર્ગદર્શિકા અથવા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે કે નહીં?

સાથે જ, ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશન ક્લાસીસ આપવામાં આવતી હોવાની જાણકારી પણ ધર્મિષ્ઠા કમાણીના ધ્યાનમાં આવી છે. તેઓ પૂછે છે કે, આ બાબતે સરકાર અને બોર્ડ કઈ કાર્યવાહી કરશે અને જો કોઈ શિક્ષક પર યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી તો શું પગલાં લેવામાં આવશે?

તેમજ, ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવતી જગ્યાઓમાં ફાયર સેફટીની સુવિધા, એકઝીટ સીડીઓ અને ક્લાસ રૂમની અંદરની સંખ્યા જેવા મુદ્દાઓની સંપૂર્ણ જાણકારી માગવામાં આવી છે.

આ મામલે હાલ સુધી બોર્ડ તરફથી શું કાર્યવાહી થઇ છે તે અંગે નિવેદન મેળવવાનું પણ પ્રયાસ કરાયો છે.

અહેવાલ:- રાવલિયા મધુ, કેશોદ