ડો. સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ, જૂનાગઢ ખાતે એન.એસ.એસ. વિભાગ દ્વારા નારી સુરક્ષા વિશે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંપ્રત સમયમાં અજુગતા કેટલાક બનાવો બનતા જાય છે તે ચિંતા સેવનારી બાબત છે. આપણી જાગૃતિ વિના સરકારના પ્રયત્નો પણ બિનઅસરકારક બની જાય છે.ત્યારેવિદ્યાર્થીનીઓ જાગૃત બની રહે, નવી નવી સમસ્યા, નવા નવા પ્રશ્નોથી અવગત થાય અને તેના ઉકેલો હાથ વગો રાખે એ માટે વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆતમાં એન.એસ.એસ.ઓફિસર શ્રી ડો.બી.એમ.પટેલે, એન.એસ. એસ. દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વાત કરી સ્વયંસેવકે કઈ કઈ જાગૃતિ રાખવી જોઈએ જેથી પ્રશ્નો ઓછા ઊભા થાય એ અંગે વાતો મૂકી હતી અને એના દ્વારા આપણું યુનિટ બળવતર અને સારી સુવિધાવાળું બને એમ જણાવ્યું હતું..
કૉલેજના વરિષ્ઠ પ્રા.કોકિલાબન પરમારના અધ્યક્ષ સ્થાને યોજેલા આ કાર્યક્રમમાં કોલેજનાસાહિત્ય મર્મજ્ઞ આચાર્યશ્રી બલરામ ચાવડા એ મનનીય પ્રવચન આપ્યું હતું જેમાં તેમણે જણાવેલ કે આપના મનમાં શિક્ષણરૂપી કમલ ની પાંદડીઓ ઉઘડે એ જરૂરી છે. આ માટે આજના વિષયને અનુરૂપ બોધદાયક જાગૃતિવર્ધક વાતો એમણે મૂકી કે આપણે તો યુગોથી આદ્યશક્તિ માતૃશક્તિની પૂજા કરતા રહ્યા છીએ. નવદૈવી સ્વરૂપની પૂજા કરીએ છીએ. તેથી આપણે નારીશક્તિથી પરિચિત છીએ. વળી નારી તો સૃષ્ટિના ઉદ્ભવ કાળથી જ લાલન પાલન કરનાર સજાગ મને જીવતી રહી છે.પરંતુ જ્યારથી લોકોએ બારણાંઓ બનાવ્યા. તાળાઓ બનાવ્યા ત્યારે સુરક્ષા ની જરૂરિયાત ઉભી થઈ ત્યારથી અનેક પ્રશ્નો વધ્યા. ત્યાર પછી સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા અને એ દિશાના ઉકેલ માટે સરકારે અને સમાજે વિચાર્યું સ્ત્રી અત્યાચાર રોકવાના કાયદાઓ સરકારે ઘડયા અને યોજનાઓ અમલમાં મૂકી જેમકે અભયમ અથવા સ્ત્રી સહાય માટે વાહનની સુવિધા.
આ જાતના અનેક વિચારો આચાર્યશ્રીએ મૂકી વિદ્યાર્થીની ઓને સ્ત્રી સુરક્ષા માટે શું શું કરી શકાય એવા કેટલાક મુદ્દાઓ તારવી આપ્યા હતા કે એકલા હોઈએ ત્યારે કે પ્રવાસમાં શું ધ્યાન રાખવું,પરિધાનમાં શું ધ્યાન રાખવું ,મોબાઈલ લોકેશન સતત ચાલુ રાખવું જોઈએ વગેરે બાબતો ઉદાહરણ સહ રજું કરી હતી.
આ કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ.યુનિટ પ્રોગ્રામ ઓફિસરશ્રી ચેતનાબેન ચુડાસમા એ સુચારુ રીતે કર્યું હતું. આ પ્રકારના વિશિષ્ટ અને સમાજ ઉપયોગી કાર્યક્રમો યોજવા બદલ ટ્રસ્ટી શ્રી જવાહરભાઈ ચાવડાએ સૌને અભિનંદન આપ્યા હતા. કાર્યક્રમના અંતે સૌને સપથ લેવડાવ્યા હતા કે જેનાથી લોકશાહી રાજ્ય વધુ મજબૂત અને આગળ વધનાર બની રહે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)