જૂનાગઢમાં દિવ્યાંગ કેમ્પના આયોજન દ્વારા નિ:શુલ્ક અંગ મેળવવા પાત્રતા ધરાવનાર માટે ઉમદા તક

જુનાગઢ

આગામી ૬ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ ભવનાથ, જૂનાગઢ ખાતે વિરાટ દિવ્યાંગ કેમ્પ અખિલ ભારતીય સંસ્થા તરુણ મિત્ર પરિષદ દિલ્હી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિનામૂલ્યે કૃત્રિમ અંગ (હાથ અથવા પગ) પોલિયોગ્રસ્ત બાળકો માટે કેલીપર્સ, ઓર્થોશુઝ, (પગરખા) તેમજ બધિર વ્યક્તિઓ માટે એટલે કે જેઓ સાંભળવા માટે અસમર્થ છે તેમના માટે શ્રવણ યંત્ર આપવા માટે નો કેમ્પ છ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સમોસરણ દિગંબર જૈન મંદિર, રૂપાયતન રોડ, ગિરનાર તળેટી, ભવનાથ,જુનાગઢ ખાતે યોજાનાર છે.

આ કેમ્પ નરેશચંદ્ર જૈનની સ્મૃતિમાં મૃદુલાબેન જૈન ના સહયોગથી યોજનાર છે. જે દિવ્યાંગ લાભાર્થી ને કૃત્રિમ અંગ ની જરૂર હશે તેમનું માપ લીધા બાદ તે અંગ ઉપલબ્ધ કરાવવા, ૨૬ ઓક્ટોબરે ઉકત સ્થળે કૃત્રિમ અંગ ફાળવણી થશે, મંદિરના ટ્રસ્ટી પારસ જૈનના જણાવ્યા મુજબ જરૂરતમંદ દિવ્યાંગજન પરિષદ દ્રારા નિર્ધારિત આવેદન પત્ર મેળવવા પોતાનુ આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, લગાવીને રજિસ્ટ્રેશન કરવી લેવું, આવેદન પત્ર મેળવવા મંદિરનાં પ્રબંધક જીતેન્દ્ર જૈન ૯૭૧૨૦ ૮૧૨૮૪ નો સંપર્ક કરી શકાશે. ઉલ્લેખનીય છે કે તરુણ મિત્ર પરિષદ દિલ્હી દ્વારા આ રીતે ૫૨ જેટલા મોટા દિવ્યાંગ કેમ્પ પૂરા દેશના અલગ અલગ રાજ્યોમાં કરી ચૂક્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)