જૂનાગઢમાં દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા માટે ૧૭ માર્ચ સુધી અરજી આમંત્રિત!!

જૂનાગઢ, ૫ માર્ચ:
રાજ્યકક્ષાએ દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દિવ્યાંગ નાગરિકો, સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓ, તેઓને નોકરી આપતા નોકરીદાતા અને પ્લેસમેન્ટ ઓફિસરો માટે ખાસ અવસર છે.

📢 અરજીઓ કઈ રીતે કરવી?

📌 અરજી ફોર્મ ડાઉનલોડ: www.talimrojgar.gujarat.gov.in
📌 અરજી ફોર્મ મફતમાં ઉપલબ્ધ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ
📌 અરજીઓ મોકલવાની છેલ્લી તારીખ: ૧૭ માર્ચ, ૨૦૨૫
📌 અરજીઓ મોકલવાની રીત: રૂબરૂ અથવા ટપાલ મારફત

📋 જરૂરી દસ્તાવેજો:

શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
દિવ્યાંગતા માટેનું માન્ય તબીબી પ્રમાણપત્ર
પોલીસ વેરીફીકેશન પ્રમાણપત્ર
અન્ય જરૂરી દસ્તાવેજો
ખોડખાંપણ દર્શાવતો પોસ્ટકાર્ડ સાઇઝ ફોટોગ્રાફ

📌 નોકરીદાતા અને પ્લેસમેન્ટ ઓફિસર માટે:
તેમના અરજી ફોર્મમાં જણાવેલ તમામ વિગતો અને જરૂરી દસ્તાવેજો સાથે બે નકલમાં દરખાસ્ત બનાવી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ ખાતે સમયસર રજુ કરવાની રહેશે.


📢 વધુ માહિતી માટે સંપર્ક:
📞 જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ
📞 સંપર્ક નંબર: ૦૨૮૫-૨૬૨૦૧૩૯

📢 📆 અંતિમ તારીખ: ૧૭ માર્ચ, ૨૦૨૫

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ