જૂનાગઢ, તા.૩૧ – શહેરમાં નકલી ચીજવસ્તુઓના વેચાણ સામે પોલીસ તંત્ર સતત કાર્યવાહીમાં છે. તાજેતરમાં જૂનાગઢ શહેરમાં ખ્યાતનામ વાઘ બકરી ચા કંપનીના નામે બનાવટી ચાનો મોટા પાયે જથ્થો મળતા પોલીસ તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે.
જુનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વાઘ બકરી કંપનીના અધિકૃત કર્મચારીઓએ રજુઆત કરતાં જણાવાયું હતું કે શહેરના સુખનાથ ચોક પાસે આવેલ ‘આપા ગીગા પ્રોવીઝન સ્ટોર’ના ગોડાઉનમાં ડુપ્લીકેટ ચાનો જથ્થો તૈયાર થઈ વેચાતો હોવાની માહિતી છે.
પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા એસ.પી. સુબોધ ઓડેદરા અને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ તથા પો.ઇન્સ. આર.કે. પરમારની સૂચના અનુસાર ખાસ ટીમ રચવામાં આવી હતી. એ.એસ.આઈ. ભદ્રેશ રવૈયા તથા કોન્સ્ટેબલ અજયસિંહ ચુડાસમા, નીતિન હીરાણી સહિતની ટીમે ઘટનાસ્થળે દરોડા પાડતાં મોટી માત્રામાં નકલી ચા મળતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
પકડી પડાયેલ આરોપી
દીપકભાઈ ભગવાનદાસ લાલવાણી (રહે. ગીરીરાજ સોસાયટી, જુનાગઢ)
કબ્જે કરાયેલ મુદામાલ
વાઘ બકરી કંપનીના ૨૫૦ ગ્રામના પેકેટ – કુલ ૧૬૭૨ નંગ (૪૧૭.૫ કિ.ગ્રા)
અંદાજીત કિંમત – રૂ. ૨,૫૦,૮૦૦/-
અધિકૃત કંપનીના કર્મચારીઓની ઉપસ્થિતિમાં કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશનમાં પોલીસની ખાસ ટીમે અત્યંત સતર્કતા અને ચપળતાથી કામગીરી કરી હોવાની નોંધ worthy છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ