જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરના વિકાસ માટે માર્ગ પર અવર-જવર પર પ્રતિબંધ, વૈકલ્પિક રૂટ જાહેર.

નરસિંહ મહેતા સરોવરની કામગીરી ચાલુ હોવાથી કમિશનરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ,

જૂનાગઢ તા.૧૮ જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરનો વિકાસ કરવાની કામગીરી ચાલુ હોય જેથી નરસિંહ મહેતા સરોવરની બાજુમાંથી પસાર થતાં રોડ બંધ કરવા વૈકલ્પિક રૂટ શરૂ કરાયો છે.
સરોવરની ફરતે રોડ ડેવલોપમેન્ટ વર્ક કરવાનું થતું હોય જેથી ચાલુ કામગીરી દરમ્યાન રોડ પરથી પસાર થતાં રાહદારીઓ/વાહન ચાલકોની સલામતી ન જોખમાય તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી નરસિંહ મહેતા સરોવરની બાજુમાંથી પસાર થતાં રોડ બંધ કરવા કમિશનર ડો.ઓમ પ્રકાશ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
જે મુજબ શહિદ સ્મારક ગાર્ડનથી લઈ જલારામ સર્કલ સુધી અવર-જવર કરવા પ્રતિબંધ રહેશે.
વૈકલ્પીક રુટ તરીકે શહીદ સ્મારક ગાર્ડન-તળાવ દરવાજા રેલવે ફાટક-જયશ્રી રોક-નર્મદેશ્વર મહાદેવ મંદિર રોડ-જાગનાથ મહાદેવ મંદિર રોડ માર્ગનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયેથી ૩૦-દિવસ સુધી અમલમાં રહેશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)