જૂનાગઢમાં નાફેડ દ્વારા અડદ અને તુવેરની બજાર ભાવે સીધી ખરીદી ખેડૂતોને આગોતરી નોંધણી કરાવવા અનુરોધ.

જૂનાગઢ

APMC માં નોંધાયેલા હોય તેવા ખેડુતો પાસેથી ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી નાફેડ દ્વારા APMC ના મહત્તમ અને મોડલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઇઝ થી અડદ અને તુવેરની સીધી ખરીદી કરવામાં આવશે. હરાજીમાં ભાગ લેવા ઇચ્છતા ખેડુતોએ નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ મારફત આગોતરી નોંધણી કરાવવી. ખરીદીનો લાભ લેવા જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)