જૂનાગઢ
“નારી વંદન” ઉત્સવની ઉજવણીના ભાગરુપે જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા મહિલા સુરક્ષા દિન ઉજવણી કરવામાં આવી. ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અન્વયે જાગૃત્તિ કાર્યક્રમનું આયોજન રામવાડી-મજેવડી ખાતે કરવામાં આવ્યું હતું. ઘરેલુ હિંસા સામે રક્ષણના કાયદાઓ, મહિલાલક્ષી કાયદા, સાયબર ક્રાઇમ, વિવિધ યોજનાઓની વિગતો અંગે તજજ્ઞશ્રીઓ દ્વારા મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
જિલ્લા કાનૂની સેવા સતા મંડળ સેક્રેટરીશ્રી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી સી.જી.સોજીત્રા, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી બી.ડી.ભાડ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની, સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાવો, વ્હાલી દીકરી યોજના સહિત વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત વિગતો પૂરી પાડવામાં આવી હતી. શ્રી એન.આર.વેકરિયા માસ્ટર ઓફ લો કોલેજના પ્રોફસર ડૉ.નિરંજનાબેન મહેતાએ, મહિલાઓના બંધારણીય અધિકારો, ઘરેલુ હિંસા સામે રક્ષણના કાયદાઓ વગેરે વિશે માહિતગાર કર્યા હતા.
ટી.ડી.ડી. હાઈસ્કૂલ અને યુ.ડી.ડી. ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ “મહિલા સુરક્ષા દિવસ” નિમિત્તે મજેવડી ખાતે “મહિલા સુરક્ષા” રેલીમાં જોડાઇ હતી. રેલીમાં મહિલા અને બાળ અધિકારીશ્રી, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, હાઈસ્કૂલનાં શિક્ષકો, DHEW, PBSC, OSC સ્ટાફ, ૧૮૧ અભયમ, SHE TEAM તેમજ શાળાઓની વિદ્યાર્થિનિઓ જોડાઇ હતી. વિદ્યાર્થીનિઓને પોલીસ સુરક્ષા સેતુ દ્વારા કરાટે અને સ્વ-બચાવની તાલીમ આપવામાં આવી. વિદ્યાર્થીનીઓને, સમાજમાં બનતા સાયબર ક્રાઈમ શું છે અને તેના સામેના પોલીસ દ્વારા કરવામાં આવતી રક્ષણાત્મક કામગીરી વિશે વિદ્યાર્થિનિઓને વિગતો આપવામાં આવી.
બાલિકા પંચાયતના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અને સભ્યો સાથે સંવાદ કરી બાલિકા પંચાયતની શું કામગીરી છે તે માટેની વિગતો આપવામાં આવી. જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા “મહિલા સુરક્ષા દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)