જૂનાગઢમાં નિ:શુલ્ક સુવર્ણ પ્રાશન કેમ્પ તા.07.07.24 ને રવિવારે યોજાશે.

જૂનાગઢ

આગામી તા.07.07.24 ને રવીવારે પુષ્ય નક્ષત્રના દિવસે જન્મ થી 14 વર્ષ સુધીના બાળકો ને રોગ પ્રતિકારક શક્તિ તેમજ માનસિક વિકાસ માટે અને ગર્ભવતી મહિલાઓ માટે નિ:શુલ્ક મંત્ર ઔષધિ સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવાનો કેમ્પ જૂનાગઢમાં રેડક્રોસ-આઝાદ ચોક, દીપાંજલી-ટીબાવાડી, ઝાંઝરડા રોડ, મધુરમ વગેરે સ્થળોએ સાંજે 5 વાગે રાખવામાં આવેલ છે. તેનો લાભ લેવા વાલીઓને વિનંતી છે.

આ કાર્યક્રમ સંસ્કૃતિ આર્ય ગુરૂકુલ, રાજકોટના સહયોગથી યોજેલ છે તેમ શ્રી પ્રવિણાબેન એ એક યાદી માં જણાવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)