“📚 જૂનાગઢમાં પુસ્તક પરિક્રમા અને પુસ્તક પરિસંવાદની કાર્યશાળા યોજાઈ”
🗓️ 10/03/2025 થી 11/03/2025 સુધી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જૂનાગઢ ખાતે પુસ્તક પરિક્રમા અને પુસ્તક પરિસંવાદની કાર્યશાળા વિશેષ પ્રયોગરૂપે યોજાઈ.
👩🏫 આ કાર્યશાળામાં જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓના ચાર સી.આર.સી.કો.ઓ. અને ડાયેટના તાલીમાર્થી બહેનો જોડાયા.
📚 વાંચન વલોણું સંસ્થાના ટ્રસ્ટીઓ અને સદસ્યોએ પુસ્તકોના મહત્ત્વ પર વિભિન્ન વક્તવ્યો આપ્યા.
🎓 ડોકટર માળંગ પુરોહિત, શ્રી ભાવેશભાઇ જાદવ, શ્રી એલ.વી.જોષી, શ્રી સુભાષભાઇ વાળા અને ડાયેટના પ્રચાર્ય એ.ડી.રાજ્યગુરૂ દ્વારા પુસ્તક વાંચનની મહત્ત્વતા અને મોબાઇલ લાઇબ્રેરી પ્રોજેક્ટ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.
📖 કાર્યશાળાની શરૂઆતમાં, તાલીમાર્થીઓ અને સી.આર.સી.કો.ઓ. દ્વારા પુસ્તક પરિક્રમા કરવામાં આવી, જેમાં પ્રત્યેક પુસ્તક પરિચિત કરાયા.
🎤 કાર્યશાળાના બીજા દિવસે, શ્રી વનરાજભાઇ પટેલ, ધવલભાઇ વ્યાસ, સરોજબેન સભાડ, ભાવનાબેન ચૌહાણ અને બહેનો રાઠોડ નિધિબેન તથા જોરા ક્રિષ્નાબેન દ્વારા પુસ્તકોની સમીક્ષા અને વક્તવ્યો આપવામાં આવ્યા.
અહેવાલ: જગદીશ યાદવ, (જૂનાગઢ)