જૂનાગઢમાં પ્રજ્ઞાચક્ષુ બહેનોએ ગરબા સાડી વકૃત્વ સ્પર્ધા જનરલ નોલેજ લોકગીત અભિનયમાં દિવ્ય ઓજસ પાથર્યા

અભ્યાસ સહિતની ઈતર પ્રવૃતિઓમાં પણ ગુજરાતના‌ તેજસ્વી બહેનો માટે 28 અને 29 ડિસેમ્બર યોજાયેલા કાર્યક્રમના આયોજનમાં પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ ગરબા બહેનો‌ માટે ગરબા, હરીફાઈ સાડી, લોકગીત, વકૃત્વ સ્પર્ધા, જનરલ નોલેજ વગેરે સ્પર્ધાઓનો કાર્યક્રમ યોજાયો હતો 208 બહેનો એ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જેમાં ગરબા સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ બહેનોએ લયબધ રીતે વિવિધ સ્ટેપ કોઈપણ ભૂલ વિના રજૂ કર્યા હતા સાડી સ્પર્ધામાં પણ બહેનોએ રંગબેરંગી સાડીઓ પરિધાન કરી સ્ટેજ ઉપર ઉપસ્થિત થઈ હતી.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રીમતી પ્રવિણાબેન ચોક્સી, જવાહરભાઈ ચાવડા, હરસુખભાઈ રાદડિયા, મનસુખભાઈ પોપટ, ભરતભાઈ નંદાણીયા, મેહુલભાઈ દવે, ડો. બકુલ બુચ વગેરેના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.


કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે વિજયાબેન લોઢીયા, જ્યોતિબેન કેશવાલા, અમુદાનભાઈ ગઢવી, સુશીલાબેન શાહ, ચેતનાબેન પંડ્યા, પુષ્પાબેન પરમાર, ચેતનાબેન મિસરાણી, જયશ્રીબેન વેકરીયા, શારદાબેન લાઠીયા, રશ્મિબેન વિઠલાણી, નિશાબેન પાનેરા, મીનાબેન સુખડિયા, ગીરીશભાઈ મશરૂ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં સાડી પરિધાન વાઢેર સરસ્વતી મોરબી પ્રથમ નંબર આવેલ પોરબંદરની ‌ દક્ષા પાઠક ‌ બીજો નંબર આવેલ લોકગીત સ્પર્ધામાં રાજકોટની ગોહિલ હેતલનો પ્રથમ નંબર આવેલ અમદાવાદની એકતા મનીષાનો બીજો નંબર આવેલ તેમજ વકૃત્વ સ્પર્ધામાં અમદાવાદની વાડોદરિયા ધરતીનો પ્રથમ નંબર આવેલ હતો.

અમદાવાદની દુધાત્રા માનસી નો બીજો નંબર આવેલ હતો ‌ તેમજ જનરલ નોલેજમાં રાજકોટની રાહુલ સામરાગની ‌ પ્રથમ નંબર આવેલો હતો ડાંગની‌ પટેલ નેહા બીજો નંબર આવેલ હતો અને રાસ ગરબા સ્પર્ધામાં જણકાર ફાઉન્ડેશન અમદાવાદ પહેલો નંબર આવેલ હતો અને વી.ડી. પારેખ અંધ મહિલા મંડળ નો બીજો નંબર આવેલ હતો.


કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, મુકેશગીરી શિવગીરી મેઘનાથી, કે‌.બી સંઘવી, બટુક બાપુ, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, સંતોષબેન મુદ્રા, અલ્પેશભાઈ પરમાર, ચંપકભાઈ જેઠવા, કમલેશભાઈ પંડ્યા, પ્રવીણભાઈ જોશી, દયાબેન માણેક‌, પાયલબેન મેઘનાથી વગેરે એ કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)