પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે, તારીખ ૨૮ જુલાઈના રોજ સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ મહિલા પાંખ, જૂનાગઢ દ્વારા “ઓપન આરતી થાળી કોમ્પિટિશન” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધાનું આયોજન બિલનાથ મહાદેવના મંદિર, વંથલી રોડ, અક્ષરવાડી નજીક, જૂનાગઢ ખાતે સાંજે ૬ વાગ્યે મહા આરતી સાથે થશે.
વિશેષત્વ એ છે કે સ્પર્ધા માટે કોઈપણ બહેન ભાગ લઈ શકે છે. ભાગ લેનાર બહેનો માટે ટોકન ફી ₹૫૦ રાખવામાં આવી છે અને દરેક સ્પર્ધક બહેને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. ટોચના ત્રણ વિજેતાઓને વિશેષ ઈનામ આપવામાં આવશે.
જોકે, ભાગ લેવા ઈચ્છતી બહેનો માટે રજિસ્ટ્રેશન જરૂરી છે અને આ માટે 97260 02446 અથવા 92654 90473 પર સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.
આ રીતે ભક્તિ, સાંસ્કૃતિક પ્રવૃતિ અને મહિલાઓના ઉત્સાહવર્ધન સાથે આરતી પૂર્ણ થયા બાદ ફરાળની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
📍અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ