જૂનાગઢમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં સમાજશાસ્ત્ર ભવન દ્વારા વન ડે નેશનલ ઈ-સીમ્પોઝીયમ “કોન્ટ્રીબ્યુશન ઓફ આઈ.પી. દેસાઇ. ઈન ઈન્ડીયન સોશ્યોલોજી” યોજાયો .

જૂનાગઢ

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિનાં સમાજ શાસ્ત્ર અને સામાજીક કાર્યોનાં વિભાગ દ્વારા શ્રી ઈશ્વરલાલ પ્રાગજીભાઈ દેસાઈ જન્મદિવસ ની ઉજવણી એક દિવસીય સીમ્પોજીયમ દ્વારા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ૩૧મી જુલાઇનો દિવસ ઇતિહાસકાર દામોદર ધર્માનંદ કૌસમ્બી ,સાહિત્યકાર પ્રેમચંદ મુન્શી, સ્થાપત્ય વિદ્યાના નિષ્ણાંત મધુસુદન ઢાંકી ,કેળવણીકાર દાઉદભાઈ ઘાંચી અને સમાજશાસ્ત્રી ઈશ્વરલાલ પ્રાગજીભાઈ દેસાઈ ઉર્ફે આઈ.પી .દેસાઈનો જન્મદિવસ અને સાહિત્યકાર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, મહમંદ રફી અને તત્વજ્ઞ દીદારોની પુણ્યતિથિનો છે

એક દિવસીય પરિસંવાદનાં ઉદઘાટન સત્રનાં અધ્યક્ષ અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ સ્વાતંત્ર ચળવળ દરમ્યાન અસહકાર આંદોલનમાં સહભાગી બનનાર ડો. દેસાઇને ભાવાંજલી વ્યક્ત કરી જણાવ્યુ હતુ કે ઈશ્વરલાઇ દેસાઇનું સંશોધન આજેય દેશનાં નવોદિત સમાજશાસ્ત્રીય અભ્યાસુઓ માટે માર્ગદર્શક બની રહ્યુ છે. ડો.દેસાઇ એ કરેલ મહુવાના કુટુંબનો અભ્યાસ, સુરત ખાતે ખ્યાતનામ સંશોધન સંસ્થા “સેન્ટર ફોર સોશીયલ સ્ટડી”ની સ્થાપના, આદિવાસીના લોકજીવન પર અભ્યાસો, ગ્રામીણ ગુજરાતમાં અસ્પૃશ્યતા જેમાં ૬૯ ગામોનો સર્વે સહિત સંશોધનો આજેય સમાજશાસ્ત્ર ક્ષેત્રે વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે ઉપયોગી બને છે.

ઉદઘાટન સત્રનાં મુખ્ય મહેમાન ભારતિય સમાજશાસત્ર સોસાયટીનાં પૂર્વ પ્રમુખ પ્રો.(ડો.) આભા ચૌહાણે સમાજશાસ્ત્ર ક્ષેત્રે ડો.આઇ.પી.દેસાઇનાં યોગદાનને વર્ણવતા જણાવ્યુ હતુ કે ડો. દેસાઇ રાણે કમિશનમાં સભ્ય રહ્યા અને પછાતપણા નો માપદંડ જ્ઞાતિ ના હોય શકે તે સંદર્ભમાં પણ તેમણે વિચારો આપ્યા છે. તેમનું પ્રમુખ વક્તવ્ય ‘ ઇચ્છિત સમાજ ‘ કેવો હોવો જોઈએ તેમના પર આપેલ વક્તવ્ય ભારતીય સમાજશાસ્ત્રને વિકસાવવા માટે ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે.

સેન્ટર ફોર સોશ્યલ સ્ટીઝ સુરતનાં પૂર્વ પ્રોફેસર ડો. કીરણ દેસાઇએ ગુજરાત અને ભારતના ખ્યાતનામ સમાજશાસ્ત્રી આઈ.પી.દેસાઈનાં જન્મદિને સ્મરણાંજલી વ્યક્ત કરી ઈશ્વરલાલ દેસાઇનો પરિચય આપતા જણાવ્યુ હતુકે ૧૧૪ વર્ષ પૂર્વે ૩૧ જુલાઈ ૧૯૧૧ માં સુરતના નવસારી તાલુકાના પરૂજણ ગામે જન્મધારણ કરનાર ઈશ્વરલાલ દેસાઇ યુવા અવસ્થામાં જ દિનકર મહેતા, દયાળજી દેસાઈ સાથે અસહકાર આંદોલનમાં જોડાયા અને આ અનુભવો જ તેમને આગળ વિચારવા માટે પ્રેરણારૂપ બન્યા. તેઓનું પ્રાથમિક શિક્ષણ પરુજણમાં જ થયું અને ત્યાર બાદ કોલેજ કક્ષાનો અભ્યાસ સુરતની એમ.ટી.બી. આર્ટસ કૉલેજમાં ૧૯૨૯ માં કર્યો. ત્યાર બાદ ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું.બાદ ‘ગુનાઓના સામાજિક આધારો’ વિષયમાં પી.એચ. ડી. કર્યું. ત્યારબાદ તેઓ ભાવનગરની શામળદાસ કોલેજ, પૂનાની ડેક્કન કોલેજ, અધ્યાપન કાર્ય કર્યું અને પૂનાના વિદ્યાર્થીઓ નો અભ્યાસ કર્યો જે શિક્ષણના સમાજશાસ્ત્ર માટે ખુબજ મહત્વ નો છે.

પ્રથમ સત્રનાં મુખ્ય મહેમાન અને વક્તા સમાજશાસ્ત્રી એવં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિનાં કુલપતિ પ્રો.(ડો.) વિદ્યુત જોષીએ ડો. દેસાઇ નાં સમાજશાસ્ત્રીય બહુમુલા યોગદાન વિષયે વાત કરતા જણાવ્યું હતુ કે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી મા રીડર તરીકે જોડાયા બાદ ત્યાં રહીને જ તેઓએ કરેલા સંશોધનો આજેય એટલાજ પ્રસ્તુત છે.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં સોશ્યોલોજી ડિપાર્ટમેન્ટ આયોજીત વન ડે નેશનલ ઈ-સીમ્પોઝીયમ “કોન્ટ્રીબ્યુશન ઓફ આઈ.પી.દેસાઇ. ઈન ઈન્ડીયન સોશ્યોલોજી” વિષયે આયોજીત પરિસંવાદમાં પ્રો. (ડો.) બી.કે.નાગલા, પૂર્વ પ્રોફેસર, સમાજશાસ્ત્ર વીભાગ રોહત્તક યુનિ., ડો. રાગીણી શાહ પૂર્વ રીડર મહારાજા સયાજીરાવ યુનિ. વડોદરા, પ્રો.(ડો.) હેમાક્ષી રાવ પૂર્વ કુલપતિ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિ. પાટણ, ડો. અનિલ વાઘેલા, પૂર્વ એસોસીયેટ પ્રોફેસર શામળદાસ આર્ટ્સ કોલેજ, ભાવનગર સહિત વક્તાઓએ સાદાઈના પર્યાય સમા, જ્ઞાનના ભાર વિના જીવનારા, આજીવન કુંવારા, સશોધનરત તથા ગુજરાતી ભાષામાં મૌલિક સમાજ ચિંતન વિકસાવવાના હિમાયતી આઈ.પી.દેસાઈનાં વેડછી આંદોલન ,ગ્રામીણ ગુજરાતમાં અસ્પુશ્યતા, પછાતપણાનો માપદંડ, દિ ક્રાફ્ટસ ઓફ સોસિયોલોજી એન્ડ અધર એસેઝ ,સમ આસ્પેકટસ ઓફ ફેમિલી ઇન મહુવા જેવા ગુણવત્તાસભર પુસ્તકો અને અનેક સંશોધન અહેવાલો લખી ગુજરાત અને ભારતમાં સમાજશાસ્ત્રીય સંશોધનોને નવી દિશા જ નહિ સમાજ્શાસ્ત્રી ઓની પેઢીઓ તૈયાર કરનાર ડો. આઇ.પી. દેસાઇનાં યોગદાન પર પોતાનાં મંતવ્યો રજુ કર્યા હતા.

કાર્યક્રમનાં પ્રારંભે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.વર્સીટીનાં સોશ્યોલોજી ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો.(ડો.) જયસિંહ ઝાલાએ પરિસંવાદમાં ઉપસ્થિત મહાનુભાવો ને આવકારી કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કરી સમાજશાસ્ત્રનું મુખ્ય કામ દુનિયામાં માનવતા વિકસાવવાનું છે ,ભારતીય સંવિધાનમાં જે શોષણવિહીન ન્યાયી સમાજ રચનાની ઉમેદ છે તેવા ભાવિ ભારતીય સમાજનું નિર્માણ કરવા આપણે મથવું જોઈએ અને સમાજશાસ્ત્રની ભારતીય પદ્ધતિ વિકસાવવી જોઈએ ,જેવી સમાજશાસ્ત્ર ઇન એક્શનની વિચારધારાનું વિદ્યાર્થીઓની આંખમાં સપનાનું વાવેતર કરનાર આઇ.પી.દેસાઇને સ્મરણ કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. આ કાર્યક્રમમાં ભક્તકવિ નરસીંહ મહેતા યુનિ. સહિત રાજ્યની વિવિધ યુનિમાં અભ્યાસ કરતા અને સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલ છાત્રો, બૈાધ્ધિકો જોડાયા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. પરાગ દેવાણીએ સંભાળ્યુ હતુ. કાર્યક્રમને અંતે આભાર દર્શન પ્રો.ઋષીરાજ ઉપાધ્યાયે કર્યુ હતુ.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)