જૂનાગઢમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની યોજનામાં શિક્ષણ ઉત્સવ સોરઠ ૨૦૨૫ યોજાયો

જૂનાગઢ, તા. ૧૬ મે:
વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસક્રમોની સીધી જાણકારી અને ઉચ્ચ અભ્યાસ સાથે કારકિર્દી સંબંધી માર્ગદર્શન આપવા માટે “શિક્ષણ ઉત્સવ સોરઠ ૨૦૨૫”નું આયોજન ન્યૂઝ કેપીટલ ગુજરાત સંસ્થાના સહયોગથી યોજાયું. આ કાર્યક્રમમાં ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ સ્ટોલ પર જાગૃત અને સચિત્ર માહિતી રજૂ કરી.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સ્ટોલ પર અભ્યાસક્રમો, જીકાસ પોર્ટલ મારફતે એડમિશન પ્રક્રિયા, રમતગમત તથા સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓ માટેના પ્લેસમેન્ટની માહિતી આપવામાં આવી.

યુનિવર્સિટીના કૂલપતિ ડૉ. અતુલ બાપોદરાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું કે એડમિશન માટે માર્ચ-એપ્રિલ બાદ જૂન-જુલાઈ મહિનામાં માર્ગદર્શન જરૂરી બને છે, જેથી ચોક્કસ દિશામાં અભ્યાસ અને કારકિર્દી માટે પગલાં ભરવા સરળ બને.

રજીસ્ટ્રાર ડૉ. મયંક સોનીએ અભ્યાસ અને કારકિર્દીના મહત્વ પર ભાર આપતા કહ્યું કે, “ઉચ્ચ અભ્યાસ ટૂંકા ગાળાનું હોય છે, જ્યારે કારકિર્દી લાંબા ગાળાની પ્રગતિ છે.” તેમણે જણાવ્યું કે, સફળ શિક્ષણનું અર્થ છે સફળ જીવન.

આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના અનેક કર્મચારીઓ સહિત ડૉ. ઋષિરાજ ઉપાધ્યાય, ડૉ. વિનિત વર્મા, ડૉ. જતીન રાવલ અને ડૉ. સાવન ટાંકના યોગદાનને વિશેષ પ્રશંસા આપવામાં આવી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ