જૂનાગઢમાં ભવનાથ ના રસ્તે મગર નું બચ્ચું રોડ ઉપર આવી જતાં વન વિભાગ દ્વારા રેસ્કયુ કરી નજીક ની નદી માં છોડી દીધી.

જૂનાગઢ

આજે વહેલી સવારે 5 વાગ્યે ભવનાથ રોડ ઉપર અશોક ના શીલાલેખ ની સામે રોડ ઉપર મગર નું બચ્ચું વિહિપ ના કાર્યકર્તાઓ ના ધ્યાને આવતા એમને રોડ ની એક બાજુએ કરીને સલામત રહે અને કોઈ વાહન ની નીચે નો આવે એ રીતે કવર કરી દીધુ ત્યાર બાદ ફોરેસ્ટ વિભાગ ને જાણ કરતા ભવનાથ વિસ્તાર ના વન વિભાગ ની ઓફિસે થી રેસ્ક્યું કરવા માટે આવેલા સ્ટાફે રેસ્કયુ કરી નજીક ની નદી માં એ મગર ને મૂકી દેવામાં આવી હતી. આ તકે વિહિપ ના શ્રી હિરેનભાઈ રૂપારેલિયા, પરાગભાઈ તન્ના, પ્રિયાંશભાઈ તેમજ રવીભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)