જૂનાગઢમાં મતદાન જાગૃતિ અર્થે ‘રન ફોર વોટ’: ૬૦૦ થી વધુ લોકોએ દોડ લગાવી

જૂનાગઢમાં મતદાન જાગૃતિ અર્થે ‘રન ફોર વોટ’: ૬૦૦ થી વધુ લોકોએ દોડ લગાવી

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતેથી મતદાન જાગૃતિ અર્થે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજિત ‘રન ફોર વોટ’ માં ફર્સ્ટ ટાઈમ વોટર, સિનિયર સિટીઝન સહિત ૬૦૦થી વધુ લોકોએ દોડ લગાવી હતી

 

 *તા.૭મી મે અચૂક મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.*

 

આ દોડને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા, કમિશનરશ્રી ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાને ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત આ અધિકારીશ્રીઓ રન ફોર વોટમાં જોડાઈ તા.૭મી મેએ અચૂક મતદાનનો સંદેશ આપ્યો હતો.

કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ થી શરૂ થયેલી આશરે ૩ કીમીની દોડ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે પૂર્ણ થઈ હતી.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એ આ “રન ફોર વોટ”ના પ્રારંભ પૂર્વે સંબોધતા જણાવ્યું કે, તા.૭મી મે ભાઈઓએ એકલા મતદાન ન કરવા જતા પરિવારને સાથે લઈને મતદાન માટે જવુ. ખાસ કરીને મહિલાઓની મતદાન માં ભાગીદારી જરા પણ ઓછી ન રહે તે માટે બહેનોએ પણ સહ પરિવાર મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવી. તેવો અનુરોધ કરતા કલેક્ટરશ્રીએ કહ્યું કે, સ્વીપ અંતર્ગત ખૂબ મોટા પાયે મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

 

*આ કાર્યક્રમ માં જિલ્લા કલેકટર તેમજ અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા…*l

 

લોકોના મતાધિકારનો ઉપયોગ થકી લોકતંત્ર મજબૂત બનશે. તેમણે આ લોકશાહીના પર્વમાં જૂના રેકોર્ડ તોડી વિક્રમી મતદાન માટે આહ્વાન કર્યું હતું.

આ રન ફોર વોટમાં નિવાસી અધિક કલેકટરશ્રી એન. એફ. ચૌધરી, મદદનીશ ચૂંટણી અને પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનરશ્રી અજય ઝાપડા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી વાઢેર, સ્વીપના નોડલ અધિકારીશ્રી લતાબેન ઉપાધ્યાય, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી નીતાબેન વાળા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ગૌરાંગ નરે સહિતના અધિકારીઓ જોડાયા હતા.

 

 

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)