પ્રયાગરાજ ખાતે યોજાયેલા વિશ્વવિખ્યાત મહાકુંભ-2025 માં જુનાગઢથી અનેક ભક્તો ભાગ લઈ ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરીને અને ધાર્મિક અનુષ્ઠાનોમાં જોડાઈ પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. આ ભક્તજનોના યોગદાન અને ભક્તિભાવને માન આપવા જૂનાગઢના ગિરનારી ગ્રુપ અને જલારામ ભક્તિધામના સહયોગથી ભવ્ય સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
ગિરનારી ગ્રુપ દ્વારા ભક્તજનો માટે ભવ્ય આયોજનો
તા. 02-03-2025 રવિવાર, સાંજના સાત વાગ્યે, ઝાંઝરડા રોડ, જુનાગઢ ખાતે આવેલ જલારામ ભક્તિધામ માં આ સમારોહ યોજાયો હતો. ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી અને સંજય બુહેચાની સંયુક્ત જાહેરાત મુજબ, આ સમારોહમાં પ્રયાગરાજ મહાકુંભમાં ઉપસ્થિત રહેલા ભક્તજનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને વિશેષ સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી.
ભવ્ય કાર્યક્રમ અને મહાનુભાવોની ઉપસ્થિતિ
આ સમારોહમાં 1008 મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ, પ્રો. પી.બી. ઉનડકટ, વિશ્વ હિન્દુ પરિષદના ગીરીશભાઈ આડતીયા, હિરેનભાઈ રૂપારેલીયા, યતીનભાઈ કારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અતિથિ વિશેષ પદે હરસુખભાઈ રાદડિયા (મેલેરીયા અધિકારી, મહાનગરપાલિકા), હાર્દિકભાઈ ગાગીયા, ઉદયભાઇ પંડ્યા, સાગરભાઈ નિર્મળ, મિલનભાઈ કેલૈયા, રામભાઈ, પ્રો. અજયભાઈ ટીટા પણ ઉપસ્થિત રહ્યા હતા. મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુએ ભક્તગણોને આશીર્વચન પાઠવ્યા અને ગિરનારી ગ્રુપની સેવાઓને બિરદાવી મોમેન્ટો અર્પણ કર્યા.
સત્કાર સમારોહ અને ભોજન પ્રસાદ
આ સમારોહમાં ભક્તજનો માટે વિશેષ સન્માન વિધિ યોજાઈ હતી, જ્યાં ગિરનારી ગ્રુપ દ્વારા શ્રદ્ધાળુઓને વિશેષ સ્મૃતિ ભેટ આપવામાં આવી. ઉપરાંત જલારામ ભક્તિધામ દ્વારા મહેમાનો અને ભક્તજનો માટે ભોજન પ્રસાદની ભવ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી.
ગિરનારી ગ્રુપની કાર્યસૂચિનું વર્ણન
ગિરનારી ગ્રુપના પ્રમુખ સમીરભાઈ દત્તાણી એ સંસ્થાની વિવિધ સેવાઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે ઉપસ્થિત ભક્તોને માહિતી આપી.
कार्यક્રમનું સંચાલન નરેન્દ્રસિંહ ચુડાસમા અને સમીરભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું, જ્યારે દિનેશભાઈ રામાણી, દેવાંગભાઈ પંડ્યા, ભરતભાઈ સંપટ, ચંદ્રકાંતભાઈ રાઈઠઠા, સુધીરભાઈ અઢિયા, વિપુલભાઈ બુદ્ધદેવ, ભાવિનભાઈ ઉનડકટ, અક્ષિતભાઈ કુબાવત, ચિરાગભાઈ કોરડે, પરેશભાઈ ઉનડકટ, દિલીપભાઈ દેવાણી, હરિભાઈ કારીયા, પ્રણવભાઈ ભટ્ટ સહિતના સભ્યશ્રીઓએ કાર્યક્ર્મના સફળ આયોજન માટે જહેમત ઉઠાવી.
ગિરનારી ગ્રુપ – સમર્પિત સેવા સંસ્થા
ગિરનારી ગ્રુપ માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓમાં જ નહીં, પણ સમાજ સેવા, શૈક્ષણિક પ્રગતિ અને આરોગ્ય ક્ષેત્રે પણ અગ્રેસર છે. મહાકુંભમાં ગયેલા શ્રદ્ધાળુઓ માટે આ સત્કાર સમારોહ માત્ર એક સન્માન નહીં, પરંતુ તેમના ભક્તિભાવને બિરદાવવાની એક આગવી પ્રેરણા બની રહેશે.
અહેવાલ: નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ