જૂનાગઢમાં મહોરમ નિમિત્તે ટ્રાફિક માટે જાહેરનામું જાહેર, ૫ જુલાઈથી ૭ જુલાઈ સુધી કેટલાક માર્ગો પર વાહન પ્રવેશ પર પ્રતિબંધ.

જૂનાગઢ શહેરમાં તા.૬ જુલાઈના રોજ મહોરમ (તાજીયા) તહેવાર નિમિત્તે ભીડ-ભાડા અને યાત્રાઓના સુચારૂ પ્રવાહ વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કે.બી. પટેલ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ, તા.૫ જુલાઈ સાંજે ૪ વાગ્યાથી ૭ જુલાઈ સવારે ૭ વાગ્યા સુધી નીચેના માર્ગો પર વાહન પ્રવેશ પ્રતિબંધિત રહેશે:

  • સેજની ટાંકીથી દીવાન ચોક

  • જગમાલ ચોકથી દીવાન ચોક

  • સુખનાથ ચોકથી સંઘાડિયા બજાર

  • જગમાલ ચોકથી માંડવી ચોક

  • છાયા બજારથી દીવાન ચોક

  • માલીવાડા થી દીવાન ચોક

  • દાણાપીઠ થી સર્કલ ચોક

  • ચિતાખાના ચોકથી ઢાલ રોડ

આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૧ મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ