જૂનાગઢમાં યોગ અવોર્ડ પાત્રતા ધરાવનાર યોગ કોચ તથા યોગ ટ્રેનરોએ તા. ૭જાન્યુઆરી,૨૦૨૫ સુધીમાં અરજી કરવી

ગુજરાત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હેઠળના ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવેલ છે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી વર્ષો દરમિયાન ૭૫૦ થી ૧૦૦૦ જેટલા યોગ કોચ તથા ૫૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ જેટલા યોગ ટ્રેનરો તૈયાર કરવાનું આયોજન છે.

આ માટે રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે સ્પર્ધાઓ કરી શ્રેષ્ઠ યોગ કોઓર્ડીનેટર રાજ્યકક્ષા, શ્રેષ્ટ યોગ કોચ જિલ્લાકક્ષા અને શ્રેષ્ઠ યોગ ટ્રેનર જિલ્લાકક્ષાને યોગ અવોર્ડ આપવાનું નક્કી કરેલ છે, તો જૂનાગઢ જીલ્લામાં કોઈ યોગ કોચ અને યોગ ટ્રેનર આ માટેની પાત્રતા ધરાવતા હોય તો તેમણે તા. ૭/૦૧/૨૦૨૫ સુધીમાં પોતાની અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી જૂનાગઢ, બહુમાળી ભવન ૧/૧ , સરદારબાગ, જૂનાગઢ ખાતે મોકલી આપવાની રહેશે,

વધારે માહિતી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો કચેરી, જૂનાગઢ ખાતે રૂબરૂ અથવા ૦૨૮૫-૨૬૩૦૪૯૦ પર સંપર્ક કરી માહિતી મેળવી શકાશે. તેમ જિલ્‍લા યુવા વિકાસ અધિકારીશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ