જૂનાગઢ
જૂનાગઢના શ્રી ચીરાગભાઇ ભગવાનજીભાઇ દેવાણી માંગનાથ રોડ પર જ્યોતિ ફેશન નામનો સાડીનો શો-રૂમ ચલાવે છે, ચીરાગભાઇના સ્ટાફ દ્વારા રૂ.૧૦,૦૦૦ની કિંમત ની સાડી ભુલથી બીજા ગ્રાહકને અપાઇ ગયેલ, ચીરાગભાઇ દ્વારા સ્ટાફ સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે સાડી લેવા આવનાર બંને ગ્રાહકના નામ સરખા હોવાના કારણે ભુલથી રૂ.૧૦,૦૦૦ની કિંમતની સાડી બીજા ગ્રાહકને અપાઇ ગયેલ, ચીરાગભાઇ દ્વારા તે ગ્રાહકનો સંપર્ક કરવામાં આવેલ પરંતુ સાડી પાછી મળી આવેલ નહિં. આથી નેત્રમ શાખા ને જાણ કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી. એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હેડ.કોન્સ. રામશીભાઇ ડોડીયા, પો.કોન્સ. સુખદેવભાઇ કામળીયા, ગિરીશભાઇ કલસારીયા, એન્જીનીયર નિતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી CCTV કેમેરા તથા લોકલ ફૂટેજની મદદથી જે વ્યક્તીને ભુલથી કિં. રૂ.૧૦,૦૦૦ ની સાડી અપાઇ ગયેલ તે વ્યક્તિની ઓળખ કરી તે વ્યક્તિ રજી નં. GJ-11-NN- 4360 બાઇક લઇને આવેલ હોય તેવું શોધી તે વ્યક્તિનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે સાડી તેમની પાસે હોવાનું જણાવેલ. આમ જૂનાગઢ નેત્રમ પોલીસ દ્વારા રૂ.૧૦,૦૦૦ની સાડી અજાણ્યા વ્યક્તિ પાસેથી મેળવી સહિ સલામત પરત અપાવતા તેમણે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)