જૂનાગઢ
જૂનાગઢ ના શ્રી હસમુખભાઇ સુખાનંદી ભવનાથ ખાતે સુંદરકાંડના પાઠ કરવા જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. ભવનાથ ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને ખ્યાલ આવેલ કે તેમનો રૂ.૧૦,૫૦૦/- ની કિંમતનો Xiomi મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયેલ આથી નેત્રમ શાખા ને જાણ કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી. એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હેડ કોન્સ. રામશીભાઇ ડોડીયા, પો.કોન્સ. અંજનાબેન ચવાણ, વિક્રમભાઇ જીલડીયા, એન્જી. મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા સુખાનંદી બાપુનો મોબાઇલ ફોન ઓટો રિક્ષામાં જ પડી ગયેલ હોય તેવું જાણવા મળેલ પોલીસ સ્ટાફ દ્વારા રૂબરૂ જઇ તપાસ કરતા હસમુખભાઇ સુખાનંદીનો મોબાઇલ ફોન ઓટો રિક્ષામાંથી જ મળી આવેલ આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા હસમુખભાઇનો મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવતા હસમુખભાઇ સુખાનંદી એ નેત્રમ શાખાના તમામ સ્ટાફ ને ખૂબ આશીર્વાદ સાથે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)