જૂનાગઢમાં રૂ.૧૨,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા તાત્કાલીક શોધી આપેલ.

જૂનાગઢ

અમદાવાદ ના શ્રી હિંગરાજીયા અચલ અરવિંદભાઈ જૂનાગઢ ફરવા આવેલ, જૂનાગઢ બસ સ્ટેશન પાસે આવેલ હિરાપન્ના કોમ્પલેક્ષ માં આવેલ ATM માં પૈસા ઉપાડવા ગયેલ પૈસા ઉપાડી પરત ફરતા તેમને માલુમ થયેલ કે તેમનો રૂ.૧૨,૦૦૦/- ની કિંમતનો SAMSUNG કંપનીનો M12 મોબાઇલ ફોન ATM માં જ ભુલી ગયેલ આથી નેત્રમ શાખા ને જાણ કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી.શ્રી એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. પ્રતિકભાઇ કરંગીયા, પો.કોન્સ. વિજયભાઇ છૈયા, જાનવીબેન પટોળીયા, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાના ફૂટેજ ચેક કરતા શ્રી અચલભાઇનો મોબાઇલ ફોન એક અજાણી વ્યક્તિ ATM માંથી લઇને જતી જણાય તે વ્યક્તિ રજી. નં. GJ-11-AB- 1960 ઇકો લઇને આવેલ હોય તેવું જાણવા મળેલ આથી તે ઇકો ચાલકનો સંપર્ક કરી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા તે મોબાઇલ ફોન તેમની પાસે હોવાનું જણાવેલ. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઇકો ચાલકને ઠપકો પણ આપવામાં આવેલ અને કોઇની વસ્તુ મળે તો જે તે વ્યક્તિને પરત કરવા અથવા નજીકના પોલીસ સ્ટેશન ખાતે પહોંચાડવા સમજ પણ આપેલ આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા અચલભાઇ હિંગરાજીયાનો મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવતા તેમણે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.આમ સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)