જૂનાગઢમાં રૂ.૧૫,૦૦૦/-ની કિંમત નો મોબાઇલ ફોન ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરી ની ક્લાકમાં શોધી આપ્યો.

જૂનાગઢ

અરજદાર અસ્મીતાબેન દાસ, કોલકતાના વતની હોય, અને જૂનાગઢમાં LEO Resort ખાતે નોકરી કરે છે તેઓ LEO Resort થી તળાવ ગેટ પાસે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને ખ્યાલ આવેલ કે તેમનો રૂ.૧૫,૦૦૦/-ની કિંમતનો Redmi કંપનીનો Note 9pro મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયેલ આથી નેત્રમ શાખા ને જાણ કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી. એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. રાહુલભાઇ મેઘનાથી, હિનાબેન વેગડા, તરુણભાઇ ડાંગર, એન્જીનીયર નીતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા અસ્મીતાબેનનો મોબાઇલ ફોન ઓટો રિક્ષામાં જ પડી ગયેલ હોય તેવું જાણવા મળેલ આથી ઓટો રિક્ષાનો રજી નં. GJ-11-TT-0494 શોધી નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂબરૂ જઇ તપાસ કરતા અસ્મીતાબેન નો મોબાઇલ ફોન ઓટો રિક્ષામાંથી જ મળી આવેલ આમ મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવતા
અસ્મીતાબેને જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)