જૂનાગઢમાં રૂ.૧૮,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ફક્ત ૧ જ ક્લાકમા શોધી આપેલ.

જૂનાગઢ

જૂનાગઢ ના શ્રી સોલંકી રૂક્ષ રમેશભાઇ રાત્રીના ૩ વાગ્યા આસપાસ બસ સ્ટેશન થી રાજ લક્ષ્મી પાર્ક પાસે જવા ઓટો રિક્ષામાંથી ઉતરી પોતાના ઘર તરફ જતા રહેલ તે દરમ્યાન તેમને ખ્યાલ આવેલ કે તેમનો રૂ.૧૮,૦૦૦/- ની કિંમતનો Realme કંપનીનો X7 મોબાઇલ ફોન ઓટો રિક્ષામાં જ ભુલી ગયેલ આથી રૂક્ષભાઇએ આ બાબતની જાણ નેત્રમ શાખા ને કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ મુખ્ય મથકના ઇચા. ડી.વાય.એસ.પી શ્રી હિતેષ ધાંધલ્યા ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ, પો.કોન્સ. ચેતનભાઇ સોલંકી, સુખદેવભાઇ કામળીયા, તરૂણભાઇ ડાંગર, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા રૂક્ષભાઇ પોતાનો મોબાઇલ જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ-07-AT-5903 શોધી પોલીસ સ્ટાફ દ્વારા રૂબરૂ જઇ ચેક કરતા મોબાઇલ ફોન ઓટો રિક્ષામાંથી જ મળી આવેલ આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂક્ષભાઇનો મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવતા રૂક્ષભાઇ સોલંકીએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)