જૂનાગઢમાં વિદ્યાર્થીનીનું રૂ.૧૦,૦૦૦/- ની કિંમતનું હાર્મોનીયમ ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ફક્ત ૨ જ ક્લાકમાં શોધી આપેલ.

જૂનાગઢ

જૂનાગઢમાં ટીમરાબેન સર્મન કે.જી.ચૌહાણ કન્યા વિદ્યાલયમાં શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે, ટીમરાબેન પોતાની શાળાની વિદ્યાર્થીનીઓને કળા અને ઉત્સવની સ્પર્ધામાં ભાગ લેવા જોષીપુરા ખાતે એમ.જી.ભુવા કન્યા વિદ્યાલયે ઓટો રિક્ષામાં જતા હતા તે દરમ્યાન તેમની વિદ્યાર્થીનીઓના સંગીતના સાધનો સાથે રાખેલ રૂ.૧૦,૦૦૦/- ની કિંમતનું હાર્મોનીયમ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ આથી ટીમરાબેને આથી નેત્રમ શાખા ને જાણ કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી. એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ.હરસુખભાઇ સિસોદીયા, રૂપલબેન છૈયા, ખુશ્બુબેન બાબરીયા, એન્જી.નિતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી કે.જી.ચૌહાણ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની નું હાર્મોનીયમ જે ઓટો રિક્ષામાં ભુલાયેલ તે ઓટો રિક્ષાના રજી. નં. GJ-17-TT- 1442 શોધી પોલીસ સ્ટાફ દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા તે હાર્મોનીયમ તેમની પાસે જ હોવાનું જણાવેલ. નેત્રમ શાખા દ્વારા તે ઓટો રિક્ષા ચાલકને ઠપકો આપેલ કે કોઇની વસ્તુ મળે તો જે તે વ્યક્તિને પરત કરવી જોઈએ અથવા નજીકના પોલીસ સ્ટેશન ખાતે પહોંચાડવા સમજ આપી

હાર્મોનીયમ રીકવર કરી સહિ સલામત પરત અપાવતા તેમણે નેત્રમ શાખા તથા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)