
જૂનાગઢ, તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૫
જૂનાગઢ સ્થિત પશુ ઉછેર કેન્દ્ર, કામધેનુ યુનિવર્સિટી ખાતે આજે “વિશ્વ પશુ ચિકિત્સા દિવસ”ની ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમ પશુ ઉછેર કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડૉ. એમ. ડી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમ દરમિયાન ડૉ. રામ રતન નાલા (કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, વન્યપ્રાણી વર્તુળ, જૂનાગઢ) અને શ્રી પ્રશાંત તોમર (ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, ગીર પશ્ચિમ) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમનો સાથ ફોરેસ્ટ વિભાગના અન્ય સ્ટાફે પણ આપ્યો હતો.
પ્રતિનિધિઓ અને વિધાર્થીઓની નોંધપાત્ર હાજરી:
- પશુ ઉછેર કેન્દ્રના તમામ સ્ટાફ
- વેટરનરી કોલેજ, જૂનાગઢના ઇન્ટર્નશીપ વિધાર્થીઓ
- જૂનાગઢ પોલિટેકનિક ઇન એનિમલ હસબન્ડરી (કામધેનુ યુનિવર્સિટી)ના વિધાર્થીઓ
- નોબલ ઇન્સ્ટિટ્યૂટના ઇન્ટર્નશીપ વિધાર્થીઓ
વિશેષ નોંધનીય છે કે, દરેકે ઉત્સાહપૂર્વક અને સમર્પિત ભાવથી કાર્યક્રમમાં ભાગ લીધો અને પશુ ચિકિત્સા ક્ષેત્રમાં તેમના યોગદાનના મહત્વ અંગે સમજણ વિસ્તારી.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ