જૂનાગઢમાં શાળાકીય રમતોત્સવ (SGFI) માટે રજીસ્ટ્રેશન શરૂ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૧ જુલાઈ, સાંજના ૫ વાગ્યા સુધી.

ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના સહયોગથી વર્ષ ૨૦૨૫-૨૬ના શાળાકીય રમતોત્સવ (SGFI) માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ સ્પર્ધામાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઈ શકે અને રાજ્યકક્ષાએ જૂનાગઢમાંથી પ્રતિનિધિત્વ વધે એ હેતુથી આ વર્ષે સરળ અને વ્યવસ્થિત રજીસ્ટ્રેશન પ્રક્રિયા અમલમાં મુકવામાં આવી છે.

રજીસ્ટ્રેશન ફોર્મ નિર્ધારિત નમૂનામાં ભરી જરૂરી વિગતો સાથે તાલુકા કે ઝોન સ્તરના સ્વીકૃતિ કેન્દ્રો (કલેક્શન સેન્ટર) પર ૨૧ જુલાઈ ૨૦૨૫ સાંજના ૫:૦૦ વાગ્યા સુધી જમા કરાવવાના રહેશે.

શાળાઓના આચાર્યોને જણાવવામાં આવ્યું છે કે તેઓ SGFIની રમતોની યાદી તથા વય જૂથ દર્શાવતું પત્રક શાળાના નોટિસ બોર્ડ પર ફરજીયાત મૂકશે તથા તમામ વર્ગોમાં આ માહિતી પહોંચાડી આપશે.

સૂચિત સમય મર્યાદા પછી મળેલા કોઈપણ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં અને અવગણનાથી જે વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહિ, તેની જવાબદારી શાળા કે સંસ્થાની રહેશે.

અત્યારસુધી મળેલી જાણકારી મુજબ વધુ વિગતો માટે રસ ધરાવતા વ્યક્તિઓએ મોબાઈલ નંબર ૭૮૫૯૯ ૪૬૯૮૪ પર સંપર્ક કરવો રહેશે.

આ માહિતી જિલ્લા રમતગમત અધિકારી તરફથી જાહેર કરવામાં આવી છે.


અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ