જૂનાગઢ શહેરમાં શ્રાવણ મહિનાને અનુલક્ષીને ભક્તિ અને મજાની ભેળસેળ સાથે ભુતનાથ મહાદેવ મંદિર ખાતે એક અનોખી સ્પર્ધાનું આયોજન કરાયું છે. સંહિતા મહિલા મંડળ તથા ચામુંડા મંડળીના સહયોગથી 4મી ઑગસ્ટના રોજ સાંજે 4 વાગ્યે લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ વાત એ છે કે 51 કિલો લાડુથી ભગવાન મહાદેવને ભોગ ધરાવાશે અને પછી એ જ લાડુ પ્રસાદ રૂપે સ્પર્ધામાં ઉપયોગમાં લેવાશે.
આ સ્પર્ધા 10 થી વધુ વય જૂથોમાં વહેંચાઈ હશે જેમાં જુનિયર, જુનિયર બહેનો અને સિનિયર બહેનો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે સ્પર્ધામાં ભાગ લેનાર બહેનોને ગલાબી કે કેસરી રંગના પરંપરાગત વસ્ત્ર પહેરવાનું રહેશે અને લાડુ ખાવાની સમય મર્યાદા માત્ર પાંચ મિનિટ રહેશે.
આ કાર્યક્રમમાં સ્પર્ધા સાથે ભક્તિનો સાત્ત્વિક માહોલ પણ જોવા મળશે કારણ કે સમાપન બાદ મહા આરતીનો પણ લાભ આપવામાં આવશે. ભાગ લેવા ઇચ્છુક બહેનો માટે નામ નોંધણી ચાલુ છે અને ફી માત્ર ₹50 છે.
મહત્વપૂર્ણ માહિતી માટે આરતીબેન જોશી અને ચેતનાબેન પંડ્યા નો સંપર્ક કરવામાં આવી શકે છે.
આ અનોખા કાર્યક્રમથી ભક્તિ સાથે યુવતીઓમાં નવી ઊર્જા ફેલાય અને શ્રાવણ મહિમાનું મહત્વ અનેરો રીતે ઉજવાય તેવી આશા છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ