જૂનાગઢમાં શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા માટીના ગણપતિ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ

શ્રી સંહિતા મહિલા મંડળ, જૂનાગઢના સંસ્થાપક સ્વ.શ્રી વિણાબેન શૈલેષ પંડ્યા એ જુનાગઢમા માટીના ગણપતીદાદા બનાવવાની શરૂઆત તેમણે જ કરેલી હતી. તેઓ જ્યારે હયાત હતા ત્યારે એક એક સેમીનારમાં 300થી પણ વધારે લોકોને શીખવતા હતા. તેમાં અનેક મહિલા મંડળ , સ્કુલમાં વિદ્યાર્થીઓને, સોસાયટી વગેરે અનેક જગ્યાએ રોજ ગણપતિદાદા શીખવવા જતા હતા. આજે પણ તેઓ આપણી સાથે જ હતા એટલે જ દરેક બહેનોના ગણપતિ ખૂબ જ મોહક બન્યા હતા.તેમને યાદ કરીને તેમનુ આ કાર્ય સતત ચાલુ રહે તે માટે 70 બહેનો ને રીટાબેન દવેએ ખૂબ જ ભાવથી ગણપતિ દાદા શીખવ્યા હતા.આ કાર્યમાં શ્રી ખરડેશ્વર વાડીના પ્રમુખશ્રી કિશોરભાઈ પંડ્યા એ ખૂબ જ સહકાર આપ્યો હતો.

ચેતનાબેન પંડ્યા તરફથી શ્રી ખરડેશ્વર મહાદેવ ને દીપમાળા અને નાસ્તા નું આયોજન કરેલ હતું.આ કાર્ય ને સફળ કરવા માટે ચેતનાબેન પંડ્યા, ચંદ્રિકાબેન મહેતા, પુષ્પાબેન પંડ્યા, ભાવનાબેન કોટેચા, ભાવનાબેન મારવણીયા, ગીતાબેન પંડ્યા વગેરે કારોબારી બહેનોએ સહકાર આપ્યો હતો.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)