જૂનાગઢમાં સંકલન સમિતિની બેઠક ૧૯ જુલાઈએ .

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની આગામી બેઠક ૧૯ જુલાઈ, ૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીના મુખ્ય સભાખંડમાં યોજાનાર છે.

પ્રતિમાસ ત્રીજા શનિવારે યોજાતી આ બેઠક જૂન મહિનામાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી તેમજ ગ્રામ પંચાયતોની વિવિધ ચૂંટણી પ્રક્રિયાને કારણે મુલતવી રાખવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી આયોગ અને સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રો મુજબ આદર્શ આચાર સંહિતાનું અમલમાં હોવાને કારણે જૂન મહિનાની બેઠક ટાળી દેવામાં આવી હતી.

હવે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં અને આદર્શ આચાર સંહિતાનું અમલ પણ સમાપ્ત થતા, માહે જુલાઈ-૨૦૨૫ની બેઠક નિયમિત રીતે ફરીથી યોજાઈ રહી છે.

સંબંધિત તમામ શાખાઓ, વિભાગો અને અધિકારીઓએ બેઠકની તારીખ અને સમય નોંધવી તેમજ જરૂરી માહિતી સાથે હાજર રહેવું અનિવાર્ય છે.

આ માહિતી નિવાસી અધિક કલેક્ટર, જૂનાગઢ દ્વારા જાહેર કરવામાં આવી છે.


📌 અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ