
જૂનાગઢ, તા. ૧૦ મે, ૨૦૨૫ |
વિશ્વભરમાં ચાલી રહેલી સંવેદનશીલ પરિસ્થિતિ અને ભારત-પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી તણાવપૂર્ણ સ્થિતિના સંદર્ભમાં, જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય મામલતદારોએ આજે અનાજ વેપારી એસોસીએશન, ગેસ એજન્સીઓ અને પેટ્રોલ/ડીઝલ પંપના સંચાલકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
🧾 બેઠકની મુખ્ય હેતુઓ:
🔹 જીવનજરૂરી ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે
🔹 ભાવવધારા અને કાળાબજારી અટકાવવી
🔹 સ્ટોક મેનજમેન્ટ અને ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શન આપવું
🧑💼 બેઠકમાં ઉપસ્થિત:
- શહેર મામલતદાર કે.એ. ત્રિવેદી
- ગ્રામ્ય મામલતદાર વી.પી. પુરોહિત
- તોલમાપ અધિકારી રવિરાજ ભરાડ
- અનાજ વેપારી સંઘ પ્રમુખ ઉમેશભાઈ રાદડિયા
- પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ ગોવિંદભાઈ રામ
- વિવિધ ગેસ એજન્સી સંચાલકો
📌 વ્યાપારીઓની પ્રતિબદ્ધતા:
▪️ અનાજ વેપારીએ જણાવ્યું કે “દેશસેવાના ભાવથી તમામ સૂચનાઓ અમલમાં મૂકવામાં આવશે.”
▪️ પેટ્રોલ-ડીઝલ પંપ સંચાલકોએ ફાયર સેફ્ટી અને પુરવઠા જાળવણી માટે સંપૂર્ણ સજ્જતાની ખાતરી આપી.
▪️ ગેસ એજન્સીઓએ જણાવ્યું કે જરૂરીયાત મુજબ ગેસનો જથ્થો રાખવામાં આવી રહ્યો છે અને ભાવ નિયંત્રણ પાળવામાં આવશે.
🏬 સરકારી અનાજનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ:
તંત્ર દ્વારા કરવામાં આવેલી સમીક્ષા અનુસાર સરકારી ગોડાઉન અને સસ્તા અનાજની દુકાનોમાં પણ હાલ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, અને જરૂર મુજબ નવી સપ્લાય પણ કરવામાં આવી રહી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ
📍 સ્થળ : જૂનાગઢ કલેક્ટર ઓફિસ
🗓️ તારીખ : ૧૦ મે, ૨૦૨૫