જૂનાગઢ
જૂનાગઢ ના ઉમાબેન નાણાવટી સિનીયર સીટીઝન તેમનું એક્ટીવા GJ-11-BM-6706 રાયજીબાગ પાસે પાર્ક કરી બહારગામ ગયેલ, બહારગામથી પરત ફરી પોતાનું એક્ટીવા લેવા જતાં ત્યા એક્ટીવા જોવા મળેલ નહિ, આથી તેમણે નેત્રમ શાખાને જાણ કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી. એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) નાપીએસઆઇ.પી.એચ. મશરૂ, એએસઆઇ.પ્રતિકભાઈ કરંગીયા, પો.કોન્સ. હરસુખભાઇ સિસોદીયા, સુખદેવભાઇ કામળીયા, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી CCTV ફૂટેજ ચેક કરતા ઉમાબેન ના ભાઇ પોતાનુ એક્ટીવા રૂ.૫૦,૦૦૦નું જે જગ્યાએ પાર્ક કરેલ ત્યાંથી લઇને તેઓએ પોતાનું એક્ટીવા બાલાજી એવન્યુ પાસે પાર્ક કરેલ અને ભુલી ગયેલ, પોલીસ સ્ટાફ દ્વારા રૂબરૂ જઇ બાલાજી એવન્યુ પાસે ચેક કરતા ઉમાબેનના ભાઇ નું કિં.રૂ.૫૦,૦૦૦ નું એક્ટીવા ત્યાંજ પડેલ હતું ,આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા એક્ટીવા ગણતરીની કલાકોમાં શોધી સહિ સલામત પરત અપાવતા ઉમાબેન નાણાવટીએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આમ પોલીસ દ્વારા સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)