જૂનાગઢમાં સી ડિવીઝન પોલીસની મોટી કાર્યવાહી — ૭ જુગારીઓ રૂપિયા ૩.૪૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા.

જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તાર, અક્ષર રેસીડેન્સી ખાતે આવેલી એક રહેણાંક ફ્લેટમાં ગેરકાયદે જુગારની રમતમાં મશગૂલ ૭ ઇસમોને સી ડિવીઝન પોલીસે રંગેહાથ પકડી પાડ્યા. આ કાર્યવાહી દરમિયાન પોલીસને કુલ રૂ. ૩,૪૫,૬૦૦/-ના મુદ્દામાલ મળી આવ્યો, જેમાં રોકડ રકમ, મોબાઇલ ફોન અને વાહનો સામેલ છે.

આ રેઇડ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા અને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસ ઈન્સપેક્ટર વી.જે. સાવજને ખાનગી સૂત્રો મારફતે માહિતી મળી હતી કે અક્ષર રેસીડેન્સીના બ્લોક નં. ૪૦૪માં રહેતા મંથન મહેશભાઇ જોષી પોતાના ઘરમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડે છે. માહિતીની પુષ્ટિ બાદ પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી.

પકડાયેલા આરોપીઓ:
૧. મંથન મહેશભાઇ જોષી (૩૪) – અક્ષર રેસીડેન્સી, જૂનાગઢ
૨. રોહિત નટવરલાલ કાપી (૨૭) – ગણેશ નગર, ગીરનાર દરવાજા પાસે
૩. કાનો અશોકભાઇ હેમનાણી (૨૭) – ગોધાવાવની પાટી, જુનાગઢ
૪. જય મનહરલાલ પારેખ (૪૩) – જોષીપરા, સરદારપશના નાકા પાસે
૫. ધ્રુવ અનિલભાઇ ઠક્રસલ (૩૫) – ગોધાવાવની પાટી, લોહાણા વાડી પાસે
૬. જીગ્નેશ રસિકલાલ ખોડા (૩૬) – જવાહર રોડ, આર.કે. એપાર્ટમેન્ટ પાસે
૭. જય અરવિંદભાઇ બજાણીયા (૨૭) – અક્ષર રેસીડેન્સી, બ્લોક નં. ૫૦૩, જૂનાગઢ

કબ્જે કરાયેલ મુદ્દામાલ:

  • રોકડ રૂપિયા: ₹ ૪૫,૧૦૦/-

  • મોબાઇલ ફોન: ૭ નંગ (કિંમત ₹ ૧,૪૦,૫૦૦/-)

  • મો.સા. વાહનો: ૪ (કિંમત ₹ ૧,૬૦,૦૦૦/-)

  • ગંજીપતાના પાન, પાચરણ અને લાઇટ બિલ સહિત કુલ મૂલ્ય ₹ ૩,૪૫,૬૦૦/-

આ મામલે જુનાગઢ સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-૪,૫ હેઠળ ગુન્હો નોંધાયો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

કાર્યમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ અને જવાનો:
પો. ઈન્સપેક્ટર વી.જે. સાવજ, એ.એસ.આઈ. એન.આર. ભેટારીયા, પો. હેડ કોન્સ્ટેબલ પી.જે. વાળા, કે.ડી. ઝણકાત, પો. કોન્સ્ટેબલ દિલીપભાઇ ડાંગર, મનીષભાઇ હુંબલ, દિનેશભાઇ જીલડીયા તથા ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ આર.કે. હરીયાણી.

📍 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ