જૂનાગઢમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બ્લોક અને ક્લસ્ટર કોઓર્ડીનેટરો માટે રિફ્રેશર તાલીમ યોજાઈ.

જૂનાગઢ જિલ્લાના શશીકુંજ ખાતે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ (SBM-G) યોજનામાં કાર્યરત બ્લોક તથા ક્લસ્ટર કો-ઓર્ડીનેટરો માટે એક દિવસીય રિફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું.
આ તાલીમ કમિશ્નર ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગર, રાજ્ય ગામ વિકાસ સંસ્થા (SIRD) અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી.
તાલીમનો હેતુ SBM-G Phase-II અંતર્ગત યોજનાકીય માહિતીને વધુ મજબૂત બનાવી તેના અમલને પરિણામલક્ષી બનાવવાનો હતો.

વિશેષ નિયામક બી.એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તાલીમ કાર્યરત રહી હતી, જેમાં SIRDના કોર ફેકલ્ટી સુશ્રી નીલાબેન પટેલ દ્વારા સ્વચ્છ ભારત મિશનના મુખ્ય ઉદ્દેશો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
માસ્ટર ટ્રેનર્સ દ્વારા તાલીમાર્થીઓને પ્રેઝન્ટેશન, શોર્ટ વિડિયો, ગ્રુપ ડિસ્કશન અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તાલીમ આપવામાં આવી.

તાલીમ દરમિયાન જૂનાગઢ રેન્જના સાયબર પોલીસ સ્ટેશનના એએસઆઈ હેમંત સોંદરવા અને વિશાલ જોશી દ્વારા PPT અને જીવંત ઉદાહરણોની મદદથી તાલીમાર્થીઓને સાયબર ફ્રોડથી કેવી રીતે સાવચેત રહેવું, એ અંગે પણ માર્ગદર્શન અપાયું.

તાલીમના અંતે તાલીમાર્થીઓના પ્રતિભાવો પણ લેવામાં આવ્યા હતા જેથી ભવિષ્યમાં યોજનાને વધુ અસરકારક બનાવવામાં આવી શકે.

📌 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ