જૂનાગઢમાં સ્વાતંત્ર્ય પર્વે રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાથે વિદ્યાર્થીઓએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ૫૦૧ વૃક્ષનું વાવેતર કર્યું.

જૂનાગઢ

જૂનાગઢના ખડિયા નજીક આવેલા અમૃત ઇન્સ્ટિટ્યુટ ખાતે સ્વાતંત્ર્ય પર્વે રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજી ભાઈ પટેલ સાથે વિદ્યાર્થીઓએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ૫૦૧ વૃક્ષનું વાવેતર કર્યું

મંત્રીશ્રીએ સ્થાનિક અગ્રણીઓ અને વિદ્યાર્થીઓને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.એક પેડ માં કે નામ અભિયાન માં અમૃત ઇન્સ્ટિટ્યુટનાજોડાયેલા વિદ્યાર્થીઓએ પણ વૃક્ષ વાવેતર અને જતન માટે નિર્ધાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીમાં સહભાગી થયા બાદ અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે આ વૃક્ષારોપણ ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીને અમૃત ઇન્સ્ટિટ્યુટના ટ્રસ્ટીશ્રી રાજેશભાઈ વડોદરિયા સહિતના લોકોએ પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા.
વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ, શ્રી અરવિંદભાઈ લાડાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ, સાવજ ડેરીના ચેરમેનશ્રી દિનેશભાઈ ખટારીયા, અગ્રણી શ્રી પ્રવીણભાઈ ભાલારા સહિત આસપાસના ગામના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)