“જૂનાગઢમાં હાંડી ઉત્સવ: ચૈત્ર સુદ બીજ પર શ્રદ્ધાળુઓ માટે ઉજવાશે વિશેષ કાર્યક્રમ”

જૂનાગઢમાં પ્રખ્યાત હાંડી ઉત્સવ આ વર્ષે 31 માર્ચ 2025, સોમવારે, ચૈત્ર સુદ બીજના પાવન દિવસે વહેલી સવારે 8:30 વાગ્યે જગન્નાથજી મંદિર ખાતે ઉજવવામાં આવશે. આ પાવન અવસરે, શ્રદ્ધાળુ ભકતો માટે હાંડી દર્શન અને પ્રસાદના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ આ અવસરે ભગવાન જગન્નાથજીનો આશિર્વાદ લઈ શકશે.

આ માસના હાંડીના ભાગ્યશાળીઓમાં જગદીશ આંબાભાઈ વાઢેર, માધાભાઈ પાવર, અને અન્ય મકાન ધારકોનો સમાવેશ થાય છે. બારેય માસના હાંડી વિજેતાઓમાં સ્વ. ચુનિભાઈ પરમાર, સ્વ. લાલજીભાઈ ચુડાસમા, ચિરાગભાઈ, રાજેન્દ્રભાઈ, નિલેશભાઈ વાજા, રાજુભાઈ થાનકી, અને વિરેનભાઈ શાહ છે.

આ સાથે, જયારે કોઈ શ્રદ્ધાળુ ઘરમાંથી હાંડી લઈ ન આવી શકે, તો મંદિરના પૂજારી હિતેશભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ, રૂ. 251/-માં તેમના માટે હાંડી બનાવવાની સેવા પણ ઉપલબ્ધ છે. આ અનોખા ઉત્સવના ઉપવાસમાં ભગવાનને આરાધના અને મનોરથ પૂરણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવશે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ