જૂનાગઢઃ
જૂનાગઢ સીટી માં કાર્યરત ૧૮૧ મહીલા હેલ્પ લાઈનમાં એક સીટી વિસ્તાર માંથી કોલ મળતા તુરંત ૧૮૧ મહીલા હેલ્પ લાઇન ટીમ ના ફરજ પરના કાઉન્સેલર અરુણાબેન કોલડીયા તથા મહિલા પોલીસ અસ્મિતાબેન ગોંડલીયા સહિતની ટીમ સ્થળ પર પહોંચી વૃધા ને મળી અને કાઉંસેલિંગ કર્યુ હતુ.
અસ્વસ્થ વૃદ્ધા નું કાઉન્સેલિંગ કરતા માનસિક સંતુલન ગુમાવી ચુક્યા હોવા નું જણાઈ આવતા…
વૃદ્ધા માનસિક અસ્વસ્થ જણાય આવતાં હોય તેમના ઘરનું સરનામું અને વિગત પૂછતાં તે કશું યાદ નથી તેવું જણાવતાં હોવાથી તેમણે પહેરેલા કપડાં કોઈ સંસ્થાનો ડ્રેસ હોય જેથી અનુમાન લગાવી સંસ્થાનો સંપર્ક કરતા બાદમાં આશાદીપ સંસ્થાનો સંપર્ક થતાં જણાય આવેલ કે વૃદ્ધા આશાદીપ સંસ્થામાં દિવસ દરમિયાન જતાં હતા. ત્યાંથી પરત આવતા બપોરના સમયે ઘર પાસે ઉતરી ઘરે ન ગયેલ હોવાથી પરિવાર બપોરથી શોધતાં હોય પરંતુ મળ્યા નહિ અને જૂનાગઢ શહેરના અન્ય વિસ્તારમાં પહોચી ગયા હોય, જેથી સંસ્થા દ્વારા પરિવારને પણ જાણ કરતા બંને મળી સ્થળ પર આવતા ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમે વૃદ્ધાને સુરક્ષિત પરિવારને સોંપવામાં આવ્યા હતા
આમ વૃદ્ધાને પરિવાર સાથે સંપર્ક કરાવતા સંસ્થા તથા પરિવારે ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)