જૂનાગઢમાં ૭૮ મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે અંધ દીકરીઓ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢ

જૂનાગઢમાં પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય તેમજ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જુનાગઢના સંયુક્ત ઉપક્રમે ૭૮ માં સ્વાતંત્ર દિવસ ૧૫ મી ઓગસ્ટ ના રોજ સંસ્થાની અંધ દીકરીઓ દ્વારા રાષ્ટ્રગાન સાથે ધ્વજ વંદન નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. પ્રજ્ઞાચક્ષુ બહેનો એ દેશની સ્વતંત્રતાની યાદ ને તાજી કરી જુદા જુદા દેશભક્તિ ગીતો ગાઈ ને શહીદ વીરો ના બલિદાન ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સંસ્થાના મેને. ટ્રસ્ટી શ્રી મુકેશગીરી એસ મેઘનાથી તથા પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા તેમજ ટ્રસ્ટીશ્રીઓ બટુકબાપુ, શાંતાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર તેમજ કમલેશભાઈ પંડ્યા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અંધ છાત્રાલયની દરેક દીકરીઓને ડ્રેસ અર્પણ કરવા અર્થે દાતાશ્રી યોગેશભાઈ નાગર, મુંબઈ હસ્તે જીતુભાઈ નાગર તથા જીજ્ઞાશાબેન નાગર ઉપસ્થિત રહ્યા હતા.

આજના સ્વાતંત્ર પવૅ ને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ જોશી ઉષાબેન મનસુખભાઈ વાજા, ચંપકભાઈ જેઠવા, મનોજભાઈ સાવલિયા તથા કમલેશભાઈ ટાંક વિગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.વિશેષમાં આગામી તારીખ ૨૩ ઓગસ્ટ ના રોજ સંસ્થાના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા નો રક્ત તુલ્લા નો કાર્યક્રમ જૂનાગઢ ની જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ દ્વારા યોજાનાર છે જેમાં વધુને વધુ લોકો રક્તદાન કરે તેવી નમ્ર અપીલ પણ કરવામાં આવી છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)