જૂનાગઢના નગરજનો વાંચન અભિમુખ બને એ હેતુસર ‘વાંચન વલોણું’ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. એમાંની એક પ્રવૃત્તિ એટલે પુસ્તક પરિચય-બુક ટોક. પુસ્તક પરિચયના પ્રથમ મણકાની સફળતા બાદ હવે બીજા મણકામાં ડૉ. વીરેન્દ્રભાઈ ભટ્ટ મહાન હૃદયના સારેગમ પધનિ પુસ્તકનો ગહન અને રસપ્રદ પરિચય કરાવશે. આ કાર્યક્રમમાં કૃષિ યુનિ.ના કુલપતિશ્રી પી.વી ચોવટિયા ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમ તારીખ 8, ફેબ્રુઆરી ને રવિવારે સાંજે 5.30 કલાકે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સરદાર સ્મૃતિ કેન્દ્ર હોલ ખાતે, જૂનાગઢ ખાતે યોજાનાર છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વાંચન વલોણું પરિવાર નિમંત્રણ પાઠવે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)