જૂનાગઢમાં ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે ખડક ચઢાણ એડવેન્ચર કોર્ષનું આયોજન.

જૂનાગઢ

જૂનાગઢ ખાતે સામાન્ય, અનુસુચિત જાતિ તથા અનુસુચિત જન જાતિના બાળકો તથા યુવક યુવતીઓ માટે ખડક ચઢાણ એડવેન્ચર કોર્ષ વર્ષ ૨૦૨૪-૨૫ હાથ ધરવામાં આવનાર છે. જે અન્વયે ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્ષ વિવિધ તબક્કાવાર આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

આ કોર્ષમાં ભાગ લેવા માટે ઇચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાના ફોર્મ સાથે આધારકાર્ડની નકલ અને અન્ય જરૂરી પ્રમાણપત્રો, આધારપુરાવાની નકલ જોડી કચેરી સમય દરમિયાન તા.૩૦/૦૯/૨૦૨૪ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ૧/૧ બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ખાતે મોકલી આપવાના રહેશે. ઉપરના ખડક ચઢાણ એડવેન્ચર કોર્ષના ફોર્મ જે તે જિલ્લાના જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી મેળવી શકાશે તેમ જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)